મોરબી: માધાપરવાડી પ્રા. શાળામાં ઓરી અને રુબેલા રસીકરણ સંદર્ભે વાલીઓ સાથે બેઠક

- text


વાલીઓને ઓરી અને રુબેલ રસીકરણ વિશે માહિતગાર કરાયા

મોરબી : માધાપરવાડી પ્રા.શાળામાં ઓરી અને રુબેલા રસીકરણ જનજાગૃતિ માટે વાલી મીટીંગ બોલાવવામાં આવી હતી. બેઠક માટે શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓના વાલીઓને બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં ૩૪૮ વાલીઓએ હાજરી આપી હતી. બેઠકમાં વાલીઓને ઓરી અને રુબેલા રસીકરણ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.

આગામી તા. ૧૬થી નવ માસથી ૧૫વર્ષ સુધીના તમામ બાળકોને ઓરી-રુબેલા નાબુદી માટે રસીકરણ કરવાનું હોય, ભારત સરકારની ગાઈડ લાઈન મુજબ એક રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત એમ.આર.ની રસી આપવાનો પ્રારંભ શાળાઓ તથા આઉટરિચ સત્રોમાં કરવામાં આવશે.

- text

આ અભિયાન એક પણ બાળક વેકશીનેશનથી વંચિત રહી ન જાય એ માટે વાલીઓની જાગૃતિ માટે માધાપરવાડી પ્રા.શાળામાં અભ્યાસ કરતા ૫૪૬ બાળકોના વાલીઓની મીટીંગ બોલાવવામાં આવી જેમાં ૩૪૮ જેટલા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા, તુષારભાઈ બોપલીયા,દિનેશભાઇ વડસોલા,તેમજ આરોગ્ય વિભાગમાંથી પધારેલ બેચરાભાઈ વગેરેએ રસિકરણના મહત્વ વિશે, જરૂરિયાત વિશે વિસ્તૃત સમજ આપી અને આરોગ્ય વિભાગ દ્વારા તૈયાર કરેલ શોર્ટ ફિલ્મ તમામ વાલીઓને સ્માર્ટ બોર્ડમાં બતાવી તેમજ શાળા અને સમાજ નો સેતુ રચાય એ માટે સાથ અને સહકાર આપવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વાલીમીટીંગને સફળ બનાવવા તમામ શિક્ષકોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

- text