મોરબી શહેર જિલ્લામાં તોળાતું જળસંકટ : મચ્છુ ડેમમાં આઠ દિવસ ચાલે તેટલો જ જળ જથ્થો

- text


મચ્છુ – ૨ ડેમમા તાત્ક્લીક નર્મદાના નીર ઠાલવવા મુખ્યમંત્રીને રજુઆત કરતા જિલ્લા ભાજપ પ્રમુખ ગડારા

મોરબી : મોરબી શહેર અને આજુ – બાજુના ૪૫ ગામોને પીવાનું પાણી પૂરું પડતા મચ્છુ – ૨ ડેમ તળિયા ઝાટક થઈ જતા જો વરસાદ નહિ વર્ષે તો આગામી આઠ દિવસ બાદ મોરબીનું જળસંકટ ઘેરું બનશે, આ મામલે જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજુઆત કરી તાકીદે મચ્છુ ડેમમાં નર્મદાના નીર ઠાલવવા માંગ કરી છે.

ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા મોરબી શહેર અને આજુ – બાજુના ૪૫ ગામોને પીવાનું પાણી પૂરું પડતા મચ્છુ – ૨ ડેમમાં હવે ફક્ત આઠ દિવસ ચાલે તેટલું જ પાણી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ કર્યો છે, આ સંજોગોમાં જો વરસાદ ખેંચાશે તો મોરબી અને આજુબાજુના ગામોમાં ગંભીર જળ કટોકટી સર્જાઈ શકે તેમ છે.

- text

રાઘવજીભાઈ ગડારા દ્વારા થયેલી રજુઆત મુજબ મોરબી ખાતેના મચ્છુ – ૨ ડેમમાં હાલ માત્ર આઠ દિવસ ચાલે તેટલું જ પીવાનું પાણી હોય. તત્કાલિકના ધોરણે નર્મદા ડેમ માંથી લિન્ક એક દ્વારા મચ્છુ -૨ ડેમ માટે પાણી છોડવાની જરૂર હોય. જેથી મોરબી શહેર અને આસપાસના ૪૫ ગામોના ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણીની સમસ્યા નિવારી શકાય.

વધુમાં આ માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને લેખિત રજૂઆતમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઇ ગડારાએ જણાવ્યું છે કે નર્મદાના પાણી મળે તો હાલ પૂરતી પીવાના પાણીની સમસ્યા નિવારી શકાય તેમ હોય સત્વરે મોરબી માટે નર્મદાના પાણી ફાળવવા અંતમાં જણાવાયું હતું.

 

- text