ટંકારામાં ધોધમાર એક ઇંચ : મોરબી આસપાસ છૂટો છવાયો વરસાદ

- text


ટંકારા : મોરબી જિલ્લામાં મેઘરાએ ધીમે ધીમે હાજરી પુરાવાની શરૂઆત કરી છે. પણ ગત વર્ષની જેમ આ વર્ષે પણ ટંકારા પર મેઘરાજા ઓળઘોળ હોય તેમ આજે ટંકારામાં આજે બપોરના 4 વાગ્યા સુધીમાં વધુ ધોધમાર એક ઈંચ વરસાદ પડ્યો હતો.

- text

મોરબી જિલ્લાના ચેરાપુંજી એવા ટંકારા પંથકમાં આજે બપોરે બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા જોત જોતામા ૨૪ મિમી વરસાદ નોંધાયો હતો. જો કે હજુ પણ વરસાદ વરસી રહ્યો હોય આંકડો મોટો થવાની શક્યતા છે, ટંકારાને બાદ કરતાં મોરબી જિલ્લામાં મેઘાવી માહોલ વચ્ચે ક્યાંય ક્યાંય છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. જોકે સત્તાવાર રીતે ટંકારા સિવાય હજુ ક્યાંય વરસાદ નોંધાયો ન હતો.

 

- text