માળીયા નજીકથી ૧.૪૨ લાખના ઇગ્લીશ દારૂ સાથે શખ્સ ઝડપાયો

- text


માળીયા પોલીસે ગાડી સહિત ૩.૪૨ લાખનો મુદામાલ જપ્ત કર્યો

માળીયા : માળીયા મિયાણા પોલીસે નેશનલ હાઇવે પરથી કચ્છ તરફથી વિદેશીદારૂ લઈને આવી રહેલા જેતપુરના શખ્સને રૂપિયા ૧.૪૨ લાખના દારૂ અને ગાડી મળી કુલ ૩,૪૨,૮૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો.

જાણવા મળતી વિગતો મુજબ આજે માળીયા પોલીસ હાઇવે પર ચેકીંગમાં હતી ત્યારે કચ્છ તરફથી દારૂ લઈને એક શખ્સ નીકળ્યો હોવાની બાતમીને આધારે વાહન ચેકીંગ કરતા સુરજબારી ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગ દરમ્યાન સુરજબારી તરફથી એક મહીન્દ્રા કપનીનુ મેકસીકો આવતુ હોય તેને રોકેલ અને તે મહીન્દ્રા કપનીનુ મેકસીકો ગાડીનો ઠાઠાનો ભાગ જોતા બીજા મહીન્દ્રા કપનીનુ મેકર્સીકો કરતા કાઈક અલગ જણાઇ આવતુ હતું.

- text

જેથી ગાડી શંકાસ્પદ જણાતા ડ્રાઈવરને નીચે ઉતારી ઠાઠાના લાગે ચેક કરતા ગાડીના ઠાઠા નુ પતરુ હટાવી જોતા ઠાઠામા ખાના જેવુ હોય અને તેમા ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂની પેટીઓ ભરેલ હતી જેથી ગાદીના ડ્રાઈવર અતુલભાઇ ગોરધનભાઇ વેકરીયા જાતે-પટેલ ઉ.વ-૫૨ રહે-મુળ જેતપુર બાવળા પરા શેરી નંબર-૪ તા-જેતપુર જી-રાજકોટ હાલ રહે રાજકોટ કાલાવાડ રોડ રવિ પાર્ક શેરી નંબર-૧ હરીભાઇ કડીયાના મકાનમા ભાડેથી વાળાને ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૩ર૪ જેની કીમત રૂપિયા-૧,૪૨,૮૦૦ તથા મહીંદ્રા કપનીની મેકસીકો ગાડી નં.જી.જે.૩.એ-એકસ-૫૪૯૨ વાળાની કિ.રૂ.૨,૦૦,૦૦૦ ગણી કુલ રૂપિયા ૩,૪૨,૮૦૦ નો મુદ્દામાલ સાથે ઝડપી લઈ આરોપી વિરૂધ્ધ પ્રોહીં કલમ. ૬૬(૧)બી,૬૫ એઇ.૧૧૬બી, ૯૮(ર) મુજબ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

આ સફળ કામગીરી એ.એસ.આઈ. અમૃતભાઇ પટેલ પો.કોન્સ સંજયભાઇ બાલાસરા, રાજુભાઇ પઢીયાર, અનિલભાઇ ભગોરા, દિવ્યરાજસિંહ જાડેજા, જયદેવસિંહ ઝાલા તથા હરદેવસિંહ રાઠોડે કરી હતી.

- text