મોરબી, વાંકાનેર અને ટંકારમાં એકથી ત્રણ ઇંચ વરસાદ

- text


હળવદ અને માળીયા તાલુકામાં મેઘરાજાના રૂસણા

મોરબી : શુક્રવારે સાંજે વાતાવરણમાં અચાનક બદલાવ બાદ અંતે મેઘરાજાએ મોરબી જિલ્લામાં હેત વરસવાનું શરૂ કરી ધમાકેદાર એન્ટ્રી કરી છે, મોરબી વાંકાનેરમાં એક – એક ઈંચ વરસાદ સાથે ખાતું ખોલાવી મેઘરાજાએ સૌરાષ્ટ્રના ચેરાપૂંજી એવા ટંકારામાં ગત વર્ષની જેમ રાત્રીના દસ વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ વરસાદ વરસાવ્યો હતો. જો કે મોરબી જિલ્લામાં માળીયા અને હળવદ તાલુકા સાથે મેઘરાજાએ રૂસણા લીધા હોય તેમ બન્ને તાલુકાને કોરાધાકોડ રાખ્યા હતા.

- text

- text