મોરબીના પત્રકાર વિપુલ પ્રજાપતિની લાડલી પુત્રી રિતિષાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરાઈ

- text


યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા મુજબ રિતિષાના હસ્તે ૬૫૦ બાળકોને શૈક્ષણિક કીટ આપી આપવાનો આનંદ મેળવતા વિપુલભાઈ

મોરબી : મોરબીના પત્રકાર વિપુલભાઈ પ્રજાપતિની વહાલસોઈ પુત્રી રિતિષાનો આજે જન્મદિવસ છે, લાડલી રિતિષાના જન્મદિવસે પપ્પા વિપુલભાઈ તથા યોગ ઇન્ડિયા ગ્રુપ ના મેન્ટોર દેવેબનભાઈ રબારી એ યંગઇન્ડિયા ગ્રુપની પરંપરા મુજબ આપવાનો આનંદ માણવા પછાત વિસ્તારની શાળાઓમાં જઈ ૬૫૦ બાળકોને શૈક્ષણિક કીટની ભેટ આપી ને આ બાળકો ને અભ્યાશ માં મદદરૂપ થવાનો સરાહનીય પ્રયાશ કર્યો હતો

- text

લાડલી રિતિષાના જન્મદિવસ અંગે વિપુલભાઈ કહે છે કે, આજથી ૭ વર્ષ પહેલાં મારા ઘરે લક્ષ્મી સ્વરૂપે મારી લાડલી દીકરી રિતિષાના પગલાં પડ્યા, પગલાં પડતા જ ઘરમાં રોનક આવી ગઈ અને આખુ ઘર હર્યું ભર્યું રહેવા લાગ્યું, રિતિશાના પગલાં પડતા જ ઘરમાં સુખ અને શાંતિ રહેવા લાગી. હાલ રિતિષા શિશુ મંદિરમાં ધોરણ પહેલામાં અભ્યાસ કરે છે આજે એના જન્મદિવસ છે, તે ખૂબ લાગણીશીલ, અને પરોપકારી સ્વભાવની છે

આજે રિતિષાના જન્મ દિવસે તેના દાદી સવિતાબેન, કુંદનબેન, ભાનુબેન, દાદા સુરેશભાઈ, પંકજભાઈ મમ્મી ક્રિષ્નાબેન, કાકા નિલેશભાઈ, કાકી નિમિષાબેન, બેન વૈદેહી, સાક્ષી, માહીએ ખૂબ પ્રેમ અને લાગણી વરસાવી છે.

- text