મોરબી નજીક ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ચાલતા જુગારધામ પર દરોડો : ૭ ઝડપાયા

- text


રૂ.૧.૦૮ લાખની રોકડ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ

મોરબી : મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર સરતાનપર રોડ પાસેની ઓફિસમાં ચાલતા જુગારધામ પર એલસીબીની ટીમે દરોડો પાડી ૭ શખ્સોને રૂ.૧.૦૮ લાખની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ એલસીબીની ટીમે મોરબી- વાકાનેર નેશનલ હાઇવે પર સરતાનપર રોડ પાસે આવેલા ભક્તિ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ચાલતા જુગાર ધામ પર દરોડો પાડી દીપકભાઈ પ્રમોદભાઈ સિદ્ધપુરા રહે. રાજ સોસાયટી, મોરબી, દિલીપભાઈ નારણભાઇ કાનાબાર રહે. રણછોડનગર અમૃતપાર્ક, મોરબી, પ્રભુભાઈ નરશીભાઈ બાવરવા રહે. રવાપર તા.મોરબી, પ્રાણજીવન ભાણજીભાઈ ચારોલા, રહે. બેલા તા.મોરબી, જયેશભાઇ જીવાભાઈ મકવાણા, રહે. પંચાસર રોડ, વાંકાનેર, શોયબ શુભાનભાઈ લોલાડીયા રહે. કાલિકા પ્લોટ, મોરબી અને સોનુસિંગ પ્રકાશસિંગ શેખાવત રહે. કુબેર ટોકીઝ પાસે, મોરબી વાળાને પકડી પાડવામાં આવ્યા હતા.

એલસીબીએ સાતેય આરોપીઓની ધરપકડ કરીને રૂ.૧.૦૮ લાખની રોકડ જપ્ત કરી મોરબી તાલુકા પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.

- text