મોરબી : નવલખી ફાટક પાસેનો ટ્રાફિકજામ ક્લીયર કરાવામાં પોલીસે બે કલાકની જેહમત ઉઠાવી

- text


મોરબી : મોરબી ટ્રાફીક પૉલીસ અને તાલુકા પોલીસે નવલખી ફાટક થી રવીરાજ ચોકડી તરફનો ટ્રાફીક જામ બે કલાકની મથામણ બાદ કલીયર કરાવ્યો હતો.બપોરના સમયથી ટ્રાફિક જામમાં ફસાયેલા વાહન ચાલકોને અંતે સાંજે ટ્રાફિકજામમાંથી છુટકારો મળ્યો હતો.

મોરબીમા આજે બપોર થી આરટીઓ કચેરી નજીક આવેલા મચ્છુ નદીના પુલ પર એક ટ્રકમાં ટેકનીકલ ફોલ્ટના કારણે ટાયરનો જોટો એકાએક નિકળી જતા મોટો અકસ્માત સહેજમા અટક્યો હતો પરંતુ આશરે ત્રણ કીમી લાંબી ટ્રાફીકની લાઈન અને વાહનચાલકોની અણઘણ નિતિના કારણે વાહનોના થપ્પા લાગી ગયા હતા.આ બાબતની જાણ પોલીસ ને થતા જીલ્લા ટ્રાફીક શાખાના પીએસઆઈ પ્રદીપસિહ વાઘેલા અને તાલુકા પીએસઆઈ એસ.એ.ગોહીલ સહિત ટ્રાફીક પોલીસ અને તાલુકા પોલીસની ટીમે સ્થળ પર જઈ બે કલાક ની મથામણ બાદ પુલ પર રહેલા ટ્રક ને ટોઇંગ વાનની મદદ થી ત્યાથી હટાવી અને ટ્રાફીક વિધિવત શરૂ કરાવ્યો હતો

- text

ટ્રાફીક શાખાના પીએસઆઈ પ્રદીપસિહ વાઘેલા અને તાલુકા પોલીસ ની ટીમે રવીરાજ ચોકડી તરફ થી ટ્રાફીક જીપ મુકી અને ચાલી ને પુલ પર પહોચી ટ્રાફીક કલીયર કરાવ્યો હતો જો પોલીસ આટલી જ સતર્ક રહે તો ટ્રાફીકના પ્રશ્નને હલ ન કરી શકાય પરંતુ ટ્રાફીક જામ થતો રોકી જરૂર શકાય એ હકીકત છે એ ટ્રાફીક શાખા ના પીએસઆઈ પ્રદીપસિહ વાઘેલા એ સાબીત કરી આપ્યુ હતું.

- text