મોરબી દલિત અધિકાર મંચ દ્વારા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને સુરક્ષા પુરી પાડવા માંગ

- text


અજાણ્યા નંબર પરથી ધમકી ભર્યા ફોન આવતા દલિત સમાજ આગબબુલા

મોરબી : દલિત આગેવાન અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના મોબાઈલ ફોન ઉપર ઓસ્ટ્રેલિયા અને અને અન્ય જગ્યાએથી ધમકી ભર્યા ફોન આવતા આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ચૂંટાયેલા લોકપ્રતીનિધીને પૂરતી સુરક્ષા વ્યવસ્થા પુરી પાડવા માંગ ઉઠાવવામાં આવી હતી.

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ આજરોજ મોરબીના આગેવાનો અને કાર્યકરો દ્વારા જીલ્લા કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવી દેશમાંથી તેમજ ઓસ્ટ્રેલિયાથી અજાણ્યા માણસો દ્વારા ધમકી ભર્યા ફોન આવતા તપાસ કરી દોષિત સામે કડક પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ઉઠાવવામાં આવી હતી.

- text

વધુમાં મોરબી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યકરો દ્વારા ગુજરાત સરકારની નીતિ રીતિ પર સવાલ ઉઠાવી ધારાસભ્ય દરજ્જાની વ્યક્તિને સુરક્ષા આપવા સંદર્ભે પોતાની રવિ પૂજારી તથા રણવીર મિશ્રા તરીકે ઓળખ આપી ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ પગલાં ભરવા માંગ ઉઠાવી હતી.

 

- text