મોરબી તાલુકાની રાજપર ગ્રામ પંચાયત સમરસ જાહેર : સરપંચ તરીકે મનોજભાઈ ધોરીયાણી

- text


આઝાદી બાદ એક પણ વખત ચૂંટણી ન યોજવાનો રાજપરા ગ્રામ પંચાયતનો અનોખો વિક્રમ
મોરબી : મોરબી તાલુકાની રાજપર ગ્રામ પંચાયતની ચૂંટણી ફરી એક વખત સમરસ જાહેર થઈ છે. જેમાં મનોજભાઈ પ્રાગજીભાઇ ધોરીયાણીએ સરપંચ પદ ગ્રહણ કર્યું છે.

મોરબી તાલુકાની રાજપર ગ્રામ પંચાયતનો અનોખો વિક્રમ છે. અહીં ક્યારેય ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ જ નથી. દર વખતે ચૂંટણી સમરસ જાહેર થાય છે. ત્યારે વધુ એક વખત આ ગ્રામ પંચાયતની ચૂંટણી સમરસ જાહેર થતા રાજપર ગ્રામ પંચાયતનો વિક્રમ યથાવત રહ્યો છે.

- text

ગ્રામજનોની સંમતિથી સરપંચનો તાજ મનોજભાઈ પ્રાગજીભાઈ ધોરીયાણીને સોંપવામાં આવ્યો છે. આ સમયે ચૂંટણી અધિકારી આર. બી. દેલવાડિયા તથા તલાટી કમ મંત્રી ભાવેશભાઈ કાસુંદરા ઉપસ્થિત રહ્યાં હતા.

 

- text