મોરબીના રાજપર થી નસીતપર સુધીનો રોડ નવો બનાવવા મુખ્યમંત્રીને રજુઆત

- text


રોડની બિસ્માર હાલતથી આસપાસના ગ્રામજનોને હાલાકી : ચોમાસા પૂર્વે નવો રોડ બનાવવાની માંગ
મોરબી : મોરબીના રાજપર થી નશીતપર ગામે જવાનો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે. ત્યારે અહીં નવો ડામર રોડ બનાવવા તાલુકા પંચાયતના સદસ્યએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી.

મોરબી તાલુકા પંચાયતના સદસ્ય વિજયભાઈ નારણભાઇ કોટડીયાએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે મોરબી તાલુકાના રાજપર ગામેથી નશીતપર જવાનો રસ્તો હાલ ખરાબ હાલતમાં છે. આ રોડ પર ઠેર ઠેર મસમોટા ખાડા પડી ગયા છે. નશીતપર, ઉમિયાનગર, રામનગર, રામપર અને ખીજડિયા ગામોના લોકો માટે અવર જવરનો આ એકમાત્ર માર્ગ હોવાથી આ તમામ ગામોના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

- text

રસ્તાની બિસ્માર હાલત થતા રોડ પર અકસ્માતનું જોખમ પણ વધ્યુ છે. ચોમાસામાં આ રોડને વધુ નુકશાન પહોંચશે તેથી તે પૂર્વે અહીં નવો ડામર રોડ બનાવવામાં આવે તેવી માંગ છે

- text