માળીયા નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત : એકનું મોત

- text


સુરજબારી પુલ પાસે રોડ ઉપર ઉભેલા ટ્રક પાછળ ડમ્પર જોરદાર રીતે ભટકાયું : ડ્રાઇવરનો પગ કપાયો

મોરબી : મોરબી કચ્છ હાઇવે પર સુરજબારી પુલ નજીક ગઈકાલે મોડી રાત્રીના બે ટ્રક વચ્ચે જોરદાર ટક્કર સર્જાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે મોડીરાત્રીના કચ્છ હાઇવે પર સુરજબારી પુલ નજીક આરજે- ૫૨-જીએ-૩૭૯૨ નંબરનો ટ્રક ઉભો હતો ત્યારે પાછળથી જીજે – ૧૨ – બીવી-૭૬૪૪ ના આઈવા ડમ્પરના ચાલકે અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં ડમ્પર ચાલકનો પગ કલચ અને એક્સીલેટર વચ્ચેના ગાળામાં ફસાઈ ગયો હતો.

વધુમાં ઘટનાની જાણ થતાં જ મોરબી ૧૦૮ ના પાયલોટ દાઉદભાઈ અધામ અને દીપકભાઈ ચુડાસમા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને લગભગ દોઢેક કલાકની જહેમત બાદ ડમ્પર ચાલકને બહાર કાઢ્યો હતો અને તાત્કાલિક મોરબી સારવારમાં ખસેડવામાં પ્રયાસ કર્યો હતો પરંતુ નાગડાવાસ નજીક જ ડ્રાઈવરે દમ તોડી દીધો હતો.

- text

આ ગંભીર અકસ્માતની કરુણતા જણાવતા ૧૦૮ ના પાયલોટ દાઉદભાઈએ કહ્યું હતું કે અકસ્માત બાદ ડ્રાઇવરનો પગ ડમ્પરમાં જ રહી ગયો હતો લોહી વધુ પ્રમાણમાં વહી જતા તેનો જીવ બચાવવા અમે પગ લીધા વગર જ ૧૦૮ માં લઈને નીકળ્યા હતા પરંતુ ડ્રાઇવરે રસ્તામાજ દમ તોડ્યો હતો અને છેલ્લી ઘડી સુધી ડ્રાઇવરે તેના ભાઈને યાદ કર્યો હોવાનું જણાવ્યું હતું.

- text