મોરબીમાં નકલી બિયારણ સહિતની વસ્તુઓનું વેચાણ થતું હોવાની રાવ

- text


જાગૃત સંસ્થાની ખેતીવાડી વિભાગને રજુઆત : તાકીદે કાર્યવાહી કરવાની માંગ

મોરબી : મોરબીમાં નકલી બિયારણ, દવા અને ખાતરનું બેફામ વેંચાણ થતું હોવાની ફરિયાદ ઉઠી છે. આ છેતરપિંડીના કારણે ખેડૂતોનો પાક બગડી જાય છે. ત્યારે આ અંગે નક્કર કાર્યવાહી કરવાની માંગ સાથે જાગૃત સંસ્થાએ ખેતીવાડી વિભાગને રજુઆત કરી હતી.

મોરબી જિલ્લા સુરક્ષા મંડળે ખેતીવાડી વિભાગને રજુઆત કરી હતી કે ચોમાસાનો સમય નજીક આવી રહ્યો છે. જિલ્લાભરના ખેડૂતો પાક માટે બિયારણ, દવા અને ખાતરની ખરીદી કરતા હોય છે. પરંતું ઘણી વખત ખેડૂતોને નકલી બિયારણ, દવા કે ખાતર આપવામાં આવે છે. જેના કારણે ખેડૂતોનો પાક નિષફળ જાય છે. ખેડૂતોએ ઉત્પાદન માટે કરેલી મહેનત નકલી વસ્તુના લીધે એળે જાય છે.

- text

ઘણી વખત આ મામલે ખેતીવાડી વિભાગ પગલાં લે છે પરંતુ ભોગ બનનાર ખેડૂતને વળતર મળતું નથી. જેથી ખેતીવાડી ખાતું દરેક વિક્રેતાને ત્યાં તપાસ કરીને કડક કાર્યવાહી કરે અને પંચનામુ કરીને ભોગ બનનાર ખેડૂતોને વળતર મળે તેવી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text