મલ્ટી નેશનલ કંપની પાસેથી સૌથી નાની રકમનું રિફન્ડ મેળવવાનો રેકોર્ડ મોરબીમાં સર્જાયો

- text


વોડાફોન તરફથી રૂ.૦.૦૨ પૈસાનો રીફન્ડ ચેક મેળવવા બદલ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા સંદીપ રાવલને સ્મોલેસ્ટ એવર અમાઉન્ટ ચેક પેઇમેન્ટ મેડનો ખિતાબ અપાયો

મોરબી : મોરબીના સંદીપ રાવલે વોડાફોન મોબાઈલ સર્વિસ લિમિટેડ તરફથી રૂ.૦.૦૨નો રિફંડ ચેક મેળવી મલ્ટી નેશનલ કંપની પાસેથી સૌથી નાની રકમનું રીફન્ડ મેળવવાનો રેકોર્ડ સર્જ્યો છે. સૌથી નાની રકમનું રીફન્ડ મેળવવા બદલ સંદીપભાઈને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા સ્મોલેસ્ટ એવર અમાઉન્ટ ચેક પેઇમેન્ટ મેડનો ખિતાબ આપવામાં આવ્યો છે.

મોરબીના સંદીપભાઈ રાવલે તેનું વોડાફોનનું સીમકાર્ડ પોસ્ટપેઈડમાંથી પ્રિપેઇડ કરાવ્યું હતું. ત્યારે વોડફોનના સિસ્ટમમાં કોઈ ક્ષતિના કારણે રકમ રાઉન્ડ ફિગર ન થતા રૂ.૦.૯૮ ચૂકવવાના બાકી રહ્યા હતા. ત્યારબાદ સંદીપભાઈએ રૂ.૧ નું ચુકવણું કર્યા બાદ ૨૪ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ વોડાફોન મોબાઇલ સર્વિસ લિમિટેડે કોટક મહિન્દ્રા બેંકનો ચેક નં.૮૯૨૨૩૭ ઇસ્યુ કરીને સંદીપને રૂ.૦.૦૨નું રીફન્ડ આપ્યું હતું. આ આ રિફન્ડના લીધે નેશનલ રેકોર્ડ સર્જાયો છે.કારણકે ભારતમાં અત્યાર સુધીમાં મલ્ટી નેશનલ કંપની દ્વારા આટલી નાની રકમ કોઈને ચુકવવામાં આવી નથી.

- text

વોડાફોન મોબાઇલ સર્વિસ લિમિટેડ પાસેથી રૂ.૦.૦૨ નું રીફન્ડ મેળવી મોરબીના સંદીપભાઈએ મલ્ટી નેશનલ કંપની પાસેથી સૌથી નાની રકમનું રીફન્ડ મેળવવાનો વિક્રમ સર્જ્યો છે. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા સંદીપભાઈને સ્મોલેસ્ટ એવર અમાઉન્ટ ચેક પેઇમેન્ટ મેડનો ખિતાબ આપવામાં આવ્યો છે. હાલ સંદીપભાઈ દ્વારા વર્લ્ડ રેકોર્ડ માટે એપ્લાય કરવામાં આવ્યું છે. સંદીપભાઈ સીરામીક ઉદ્યોગના વેપાર ધંધા સાથે સંકળાયેલા છે.

- text