મોરબી : લૂંટાવદર પાસે સોની પાસેથી દાગીના ભરેલા થેલાની લૂંટ કરનાર બે લૂંટારુઓ ઝડપાયા

- text


લૂંટારુઓ ચોરાવ બાઈકમાં આવી સોનીની આંખમાં મરચાની ભૂકી છાંટી સોના ચાંદીના દાગીના ભરેલા થેલાની લૂંટ ચાલવી ફરાર થઇ ગયા હતા : એલસીબીના હાથે ઝડપાયેલા લૂંટારૃઓએ વાંકાનેરની 2.93 લાખની ઘરફોડ ચોરીની પણ કબૂલાત આપી

મોરબી : મોરબીમાં હમણાં તાજેતરમાં લૂંટારુ ગેંગે ભારે તરખાટ મચાવ્યો હતો. ત્યારે મોરબીમાં લૂંટની ઘટનાને અંજામ આપનાર ડફેર ગેંગને ઝડપીયુ લીધા બાદ મોરબી એલસીબીને લૂંટાવદર પાસે સોનીની આંખમાં મરચાની ભૂકી છાંટી સોના ચાંદીના દાગીના ભરેલા થેલાની લૂંટનો ગુન્હો ઉકેલવામાં પણ સફળતા હાથ લાગી છે. પોલીસે આ ગુન્હામાં મધ્યપ્રદેશની લૂંટારુ ગેંગના 2 સભ્યોને ઝડપ[ઈ લીધા છે. જેમને લૂંટાવદરની લૂંટની સાથે વાંકાનેરની 2.93 લાખની ઘરફોડ ચોરીની પણ કબૂલાત આપી છે.

થોડા દિવસો પેહલા પીપળીયા ચાર રસ્તા પાસે અંબિકા જવેલર્સ નામની દુકાન ધરાવતા સોની ધીરજલાલ શિવલાલ પારેખ દુકાન બંધ કરી ઘરે જઈ રહ્યા હતા ત્યારે મોરબી તાલુકાના લૂંટાવદર ગામના પાટિયા પાસે બાઈક સવાર બુકાનીધારી લૂંટારૃઓએ તેમને અટકાવી સોની વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટી તેમની પાસે રહેલા સોના ચાંદીના દાગીના ભરેલા થેલાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. આ થેલામાં 1.20 લાખની કિમંતના દાગીના હતા.

- text

આ લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવા મોરબી એલસીબી સહિતની પોલીસની ટિમો કામે લાગી હતી. જેમાં પોલીસને આ ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી આ અંગે મોરબી એલસીબી ઇન્ચાર્જ પીઆઇ આર.ટી.વ્યાસની આગેવાનીમાં તેમની ટીમે આ ગુનામાં સંડોવાયેલા મધ્યપ્રદેશની લૂંટારુ ગેંગના બે સભ્યો સાગરસિંગ આલમસિંગ નાનકીયાભાઈ અને ઈંદુ કડકસિંગ ઉર્ફે ઝહરસીંગને બાતમીના આધારે મોરબીના પીપળી પાસેથી ઝડપી લીધા હતા. પોલીસના હાથે ઝડપાય ગયેલા આરોપીઓ પાસેથી એક નંબર પ્લેટ વગરનું મોટરસાયકલ અને બે મોબાઈલ ફોન કબ્જે કરેલ છે. પોલીસની પુછપરછમાં આરોપીઓએ તેમની પાસે રહેલું બાઈક પીપળી ગામેની ગજાનંદ સોસાયટીમાંથી ચોરી કાર્યની અને લૂંટની ઘટના સમયે તેનો ઉપયોગ કાર્યની કબૂલાત આપી હતી.

આ લૂંટારુ ગેંગે મોરબીના લૂંટાવદર પાસે સોની વેપારીને લૂંટવા ઉપરાંત વાંકાનેર શહેરમાં 2.93 લાખની ઘરફોડ ચોરી કર્યાની પણ પોલીસ પૂછપરછમાં કબૂલાત આપી છે. તેમેજ આ લૂંટ અને ચોરીની ઘટનામાં તેમના સાથી ખીમન તાસુ મચ્છાર, દિલીપ અને માલીયાસિંગે મદદ કર્યાનું અને લૂંટ અને ચોરીના દાગીના મધ્યપ્રદેશમાં એક સોની વેપારીને વેચી નાખ્યાનું જણાવ્યું છે.

- text