- text
એ ડિવિઝન પોલીસે આરોપીને લીંબડી પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી
મોરબી : મોરબીના શાકમાર્કેટ ચોક પાસેથી સુરેન્દ્રનગરના લૂંટ અને ઇજાના ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. મોરબી એ ડિવિઝન દ્વારા આ આરોપીને લીંબડી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
- text
પ્રાપ્ત થતી વિગત મુજબ સુરેન્દ્રનગરમાં લૂંટ અને ઇજાના ગુનાનો આરોપી તનવીરસિંહ જીતેન્દ્રસિંહ ઝાલા ઉ.વ.૨૩ રહે. લીંબડી વાળો મોરબીની શાકમાર્કેટ પાસે, યદુનંદન ગેઇટ ખાતેથી ઝડપાયો છે. મોરબી એ ડિવિઝન પોલીસે આ આરોપીને પકડયા બાદ લીંબડી પોલીસને જાણ કરી છે. હાલ આરોપીને લીંબડી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
- text