ટંકારાના અપહરણના ગુનામાં ૫ વર્ષથી નાસતો ફરતો આરોપી લોધિકામાંથી પકડાયો

- text


મોરબી : ટંકારા પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં છેલ્લા ૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એસઓજીની ટીમે લોધિકા તાલુકાનાં પારડી ગામેથી દબોચી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારા પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપી અરવિંદ કાભઇભાઈ તળપદા ઉ.વ.૪૬ને મોરબી એસઓજીની ટીમે રાજકોટના લોધિકા તાલુકાના પારડી ગામેથી ઝડપી પાડ્યો છે.

- text

મોરબી એસઓજીની ટીમે આરોપીની ધરપકડ કરી તેને ટંકારા પોલીસ સ્ટેશનમાં સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.

- text