મોરબી :પુરુષોત્તમ માસ નિમિતે પુરુષોત્તમ ભગવાનની પૂજા અર્ચના

- text


મોરબી : મોરબીમાં નાની કેનાલ રોડ પાસે ઓમ પાર્કમાં આવેલા ઓમકર હાઇટ્સ અને કન્યા છાત્રાલય રોડ પર આવેલા તક્ષશિલા એપાર્ટમેન્ટના રહીશો પુરુષોત્તમ માસ નિમિતે ભગવાન પુરુષોત્તમની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. આ સાથે પુરુસોત્તમ કથા પણ યોજવામાં આવી રહી છે.

પવિત્ર પુરુસોતમ માસ દરમિયાન અનેક દેવસ્થાનોમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે કેટલાક ભાવિકો પોતાના ઘરે પણ પુરુષોત્તમ ભગવાનની સ્થાપના કરી ભાવભેર પૂજા અર્ચના કરતા હોય છે. આવી જ રીતે નાની કેનાલ રોડ પાસે ઓમ પાર્કમાં આવેલા ઓમકર હાઇટ્સ અને કન્યા છાત્રાલય રોડ પર આવેલા તક્ષશિલા એપાર્ટમેન્ટના રહીશો દ્વારા ભગવાન પુરુષોત્તમની આસ્થાભેર પૂજા અર્ચના કરવામાં આવી રહી છે.

- text

એપાર્ટમેન્ટની બહેનો દ્વારા પુરુષોત્ત ભગવાનની કથા યોજવામાં આવી રહી છે. આમ એપાર્ટનેન્ટના રહીશો દ્વારા પુરુષોત્તમ માસ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

- text