મોરબી : માટીની ખનીજ ચોરી કરતા પાંચ ટ્રક તંત્રની ઝપટે : ત્રણ ટ્રક નાસી છૂટયા

- text


કચ્છ પાસિંગના ત્રણ ટ્રક ચાલકો નાસી છૂટતા ફોજદારી ફરિયાદ નોંધાવતું ખાણખનીજ વિભાગ

મોરબી : મોરબીના નાગડાવાસ નજીક આજે ખાણખનીજ વિભાગ દ્વારા બાતમીને આધારે વોચ ગોઠવી માટીની ખનીજ ચોરી કરતા પાંચ ટ્રક ઝડપી લીધા હતા જો કે તે પૈકી ત્રણ ટ્રકચાલકો નાસી છૂટતા ખાણખનીજ વિભાગ દ્વારા ત્રણેય સામે ફોજદારી ફરિયાદ કરવામાં આવી છે.

જાણવા મળ્યા મુજબ ખાણખનીજ વિભાગ મોરબી દ્વારા નાગડાવાસ નજીક વોચ ગોઠવતા કચ્છ પાસિંગના પાંચ ટ્રકમાં ખનીજચોરી કરેલ માટીનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હોવાનું બહાર આવ્યું હતું.

- text

દરમિયાન ખાણખનીજ વિભાગે ટ્રક અટકાવી કાર્યવાહી ચાલુ કરતા ત્રણ ટ્રક ચાલકો નાસી છૂટ્યા હતા જેને પગલે ખાણખનીજ વિભાગના જુનિયર ક્લાર્ક અર્જુનસિંહ જાડેજાએ નાસી છૂટેલા ટ્રક નંબર જી.જે.૧૨-ટી ૯૮૭૪, જી.જે.૧૨-ટી ૬૦૭૬ અને જી.જે.૧૨-ટી ૫૮૩૯ ના ચાલક અને માલિક વિરુદ્ધ ફોજદારી ફરીયાદ નોંધાવી છે જ્યારે અન્ય બે ટ્રક ચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરી હોવાનું સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

- text