મોરબીના રવાપર ગામે કરોડોની કિંમતના સરકારી ખરાબામાં કરાયેલું ૧૨ વીઘાનું દબાણ ખુલ્લું કરાયું

- text


તાલુકા મામલતદાર સુમરાએ પોલીસ કાફલાને સાથે રાખી ખરાબાને ફરતે કરાયેલ દીવાલ તોડી પાડી

મોરબી : મોરબીના રવાપર ગામે કરોડોની કિંમતના ૧૨ વીઘાના સરકારી ખરાબા પર કરવામાં આવેલું દબાણ તાલુકા મામલતદાર સુમરાએ ખુલ્લું કરાવ્યું હતું. મામલતદારે પોલીસ સ્ટાફને સાથે રાખી ખરાબાને ફરતેની દીવાલ તોડી પાડી હતી.

મોરબી તાલુકાના રવાપર ગામે આવેલી સરકારી ખરાબાની સર્વે નંબર 75માં ૧૨ વીઘા જેટલી જમીન પર અમુક ઈસમો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. રવાપર ધુનડા રોડ પર આવેલા સ્ટોન ક્રશર નજીક આવેલી આ કરોડો રૂપિયાની સાકરી જમીન પર અમુક ચોક્કસ હેતુ માટે ઇરાદાપૂર્વક દબાણ કરવામાં આવી રહ્યું હતું. આ અંગે તંત્રને લેખિતમાં ફરિયાદ મળ્યા બાદ સરકારી તપાસમાં સરકારી ખરાબાની 12 વીઘા જમીન ફરતે વંડો બનાવતો હતો. જેથી આજે તાલુકા મામલતદાર સુમરાએ પોલીસના કાફલા સાથે આ દબાણને ફરતી કરવામાં આવેલી દીવાલ જેસીબી મારફત તોડી પાડી હતી.

- text

તાલુકા મામલતદાર સુમરાએ રવાપર ગામમાં ૧૨ વીઘા સરકારી જમીન પર કરવામાં આવેલ દબાણ ખુલ્લું કરાવ્યું હતું. જેને પગલે સમગ્ર તાલુકામાં સરકારી જમીન પર પેશકદમી કરનાર ઇસમોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

 

- text