મોરબી : સતવારા સહકાર મંડળ દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો

- text


મોરબી : મોરબીના રામકો ફાર્મ ખાતે સતવારા સમાજના ૪થા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સતવારા સમાજના ૨૨ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડી લગ્નગ્રંથિથી જોડાયા હતા.

મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા રામકો ફાર્મ, બાયપાસ રોડ, કામધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં, મેળાનું મેદાન, ખાતે ૪થા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૨૨ નવ યુગલો લગ્નગંથીથી જોડાયા હતા. આ સમુહ લગ્નમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ભાજપ અગ્રણી જે. પી. જેસ્વાણી, નગરપાલિકા પ્રમુખ ગીતાબેન કંઝારીયા, કેતનભાઇ જોષી (અધિક નિવાસી કલેકટર), સી. કે. જોષી (ચેરીટી કમિશનર), માવજીભાઇ નકુમ – જામનગર, અશોકભાઈ કંઝારીયા – રાજકોટ, સતવારા દર્પણ ના તંત્રી કાંતિ માસ્તર, ડો. રાઠોડ – જામનગર, ડો. જીગ્નેશ હડીયલ, સતવારા સમાજના કવિ નરશીભાઇ ચાવડા, સહિતના સંતો-મહંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહી નવદંપતીઓને શુભાશિષ પાઠવ્યા હતા.
સમાજમાં લગ્નને નામે થતાં ખોટા ખર્ચાઓ બંધ થાય અને સમાજના વધુ લોકો સમુહ લગ્નોત્સવમાં જોડાય તેવા હેતુથી મોરબી નગરપાલિકાના કાઉન્સીલર અને સતવારા સહકાર મંડળના કન્વીનર ભાવેશભાઇ કંઝારીયાએ પોતાના ભત્રીજો રોહિત શાંતિભાઇ કંઝારીયા કે જે હાલ મોરબીમાં એન્જીનિયર છે. તે પણ સમુહ લગ્ન મારફતે લગ્નગંથીથી જોડાયા હતા. અને સમાજ ના અન્ય યુવાનોને પ્રેરણા આપી હતી.

- text

આ સમુહ લગ્નને સફળ બનાવવા સતવારા સહકાર મંડળના પ્રમુખ મેરૂભાઇ કંઝારીયા, મંત્રી લાલજીભાઇ જાદવ, કન્વીનર ભાવેશભાઇ કંઝારીયા, ગણેશભાઇ નકુમ સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

 

- text