મોરબીનું ગૌરવ : રાજમાતા કૈકેયી નાટકમાં મોરબીના યુવા તબીબ ડો.જીગર બરાસરા પાત્ર ભજવશે

- text


ગાંધીનગર ખાતે આજે રાત્રે નાટકનો પ્રીમિયર શો : કલાકારો પોતાની અભિનય કલાથી પ્રેક્ષકોને ૫ હજાર વર્ષના અતિતના દર્શન કરાવશે

મોરબી : જાણીતા લેખક દોલત ભટ્ટની નવલકથા કૈકેયી પર આધારિત અને ડૉ.કનૈયાલાલ ભટ્ટ લિખિત અને સોહમ જાની દિગ્દર્શિત નાટક રાજમાતા કૈકેયીનો પ્રીમિયર શો આજે સોમવારે રાત્રે ગાંધીનગરના મુખ્ય ટાઉનહોલમાં યોજાશે. જેમાં મોરબીના યુવા તબીબ ડો. જીગર બરાસરા અભિનય પાત્ર ભજવશે.

રાજમાતા કૈકેયી નાટકમાં વિશ્વમાં સૌપ્રથમ વાર ભગવાન કૃષ્ણના મુખે કૈકેયીના સાહસ, શૌર્ય, ત્યાગ, સમર્પણ, નિષ્ઠા અને રાષ્ટ્રભક્તિની ગાથા સાંભળવા અને જોવા મળશે. ભવ્ય સેટ, ક્લાસિક સંગીત અને વિશિષ્ટ પ્રકાશ આ નાટકના તમામ દ્રશ્યોને જીવંત બનાવશે. હાલ ગાંધીનગર ખાતે આ નાટકનો પ્રીમિયર શો વિનામૂલ્યે યોજાશે. બાદમાં આ નાટકના ટિકીટ શો યોજાનાર છે.

- text

આ નાટકની ભૂમિકામાં નિલેશ બ્રહ્મભટ્ટ, પ્રતીક વરિયા, મનીષા દાસ, ફાલ્ગુન નંદા, સાહિલ શેખ, નીરવ વૈદ્ય, રોનક સોની, ધ્રુવ કાનાબાર, મુસ્કાન પટેલ, કિંજલ પંચાલ, ડો.જીગર બરાસરા, ઉર્વીશ ગજ્જર સહિતના કલાકારો પોતાના અભિનય દ્વારા પ્રેક્ષકોને પાંચ હજાર વર્ષના અતીતમાં લઈ જવામાં આવશે.

 

- text