મોરબીમાં ક્રાઈમરેટમાં વધારો : ગૃહ વિભાગને ધગધગતી રજુઆત

- text


મોરબીમાં ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા પરપ્રાંતિયોને નોકરીએ રાખવાથી સલામતી જોખમમાં

મોરબી : માસુમ બાળકના અપહરણની ઘટના હોય કે પછી ફૂલ જેવી કુમળી બાળકી પર દુષ્કર્મ ગુજારવાની ઘટના હોય મોરબીમાં આવા હીનકૃત્યોમાં પરપ્રાંતિયોની સંડોવણી ખુલી રહી છે ત્યારે મોરબી જિલ્લામાં વધી રહેલો ક્રાઇમરેટ ઘટાડવા સરકારના નીતિનિયમોની કડક અમલવારી કરાવવા કોંગી અગ્રણી કાંતિલાલ બાવરવાએ ગૃહ વિભાગને ધગધગતી રજુઆત કરી છે.

ગૃહ સચિવને કરવામાં આવેલી રજુઆતમાં જણાવ્યા મુજબ મોરબી જીલ્લા માં હમણાં ક્રાઈમ રેઈટ માં ખુબજ વધારો થવા પામેલ છે. તેમાં પણ ખુબજ નિદનીય અને ધ્રુણા ને પાત્ર એવો અઢી વર્ષની બાળકી ઉપર બળાત્કાર કરીને તેનો મોતને ધાટ ઉતારવાનો બનાવ તો તેની ચરમસીમા સમાન છે. આ માટે તંત્ર તેમજ સમાજ અને ઉદ્યોગકારો બધા જ જવાબદાર છે. પરંતુ આમાં તંત્રની બેદરકારી પણ સામેલ છે. જે ખુબ જ ખેદજનક છે.

વધુમાં મોરબી વિસ્તાર માં ખુબજ મોટા પાયે ઉધોગો વિકસે છે અને વિકસી રહ્યા છે. જેમાં મંજુરી કરીને પેટીયું રડવા માટે આવતા બહારના રાજ્યના ક્રિમીનલ ઈતિહાસ ધરાવતા લોકો પણ આવે છે અને ક્રાઈમ રેઈટ ના વધારા માં આ તત્વો ખુબજ જવાબદાર છે.

- text

તંત્ર દ્વારા તકેદારીના પગલાઓ તેમજ નિયમોનું પાલન સામે આંખ મીચામણા પણ કારણભૂત છે. બહારના મજુરો કોઈ યાદી કે તેમનો ઈતિહાસ તેમની ઓળખ તેમનું રજીસ્ટ્રેશન બાબતે દાખવવામાં આવતી ઘોર બેદરકારીના કારણે આવા બનાવો બનતા હોય છે. ગુજરાત સરકાર દ્વારા ઘણા નિયમો નક્કી કરવામાં આવેલ છે. દરેક ઉધોગકારો એ ૮૦% સ્થાનિક લોકોને  રોજીરોટી આપવી તેવો પણ નિયમ છે. દરેક મજુરોને ઓળખ કાર્ડ આપવું તેની નોંધ રાખવી વગેરે ઘણી તકેદારી રાખવાની જોગવાઈઓ હોય છે. પરંતુ આમાંનું કઈ જ રાખવામાં આવતું નથી. તંત્રની મિલી ભગત ભ્રષ્ટ્રાચાર અને ઉધોગોકારો નો સ્વાર્થ આ બધી જ બાબતો સાથે રહેલી છે. જેના કારણે આજે મોરબી ગુનાહિતો નો અડ્ડો બની ગયેલ છે. જેમાં મોરબી જુગાર, વરલી મટકા જેવી બદીઓ પણ સામેલ થવાના સંજોગો પણ પેદા થાય છે.

આ સંજોગોમાં તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા યોગ્ય પગલાઓ લઇ ને આ પરિસ્થિતિ માં સુધારા થાય તેવા આદેશો સક્ષમ કક્ષાએ થી થાય તો આ પરીસ્થીતીમાં સુધારો થશે નહિતર હજુ પણ આમાં વધારો થશે ક્રાઈમ વધશે.

જો આ મામલે વહેલાસર યોગ્ય પગલા લેવામાં નહિ આવે તો સ્થાનીક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆત કરવાની ફરજ પડશે તેવી ચીમકી અંતમાં કાંતિભાઈ બાવરવાએ ઉચ્ચારી હતી.

- text