મોરબીના શિવનગર ગામના બાળકો હવેથી સરકારી શાળામાં જ ભણશે : ગ્રામજનોનો નિર્ધાર

- text


ગામનું ઢોલ ત્રાસા મિત્ર મંડળ રૂ.૧.૩૦ લાખના ખર્ચે સરકારી શાળાને સ્માર્ટ બોર્ડ આપશે

મોરબી : મોરબીના શિવનગર ગામે ગ્રામજનોએ બાળકોને સરકારી શાળામાં જ અભ્યાસ કરાવવાનો પ્રેરણાત્મક નિર્ણય લીધો છે આ સાથે સરકારી શાળામાં આધુનિક શિક્ષણ મળે તે માટે ગામના ઢોલ ત્રાસા મિત્ર મંડળે રૂ.૧.૩૦ લાખના ખર્ચે શાળાને સ્માર્ટ બોર્ડ આપવાની જાહેરાત કરી છે.

શિવનગરના યુવાનો અનોખું કાર્ય હાથ ધરી ૧ મેએ ગુજરાત સ્થાપનાદિનની રાત્રે ગ્રામજનોને એકઠા કરીને તમામ બાળકો સરકારી સ્કૂલમાં ભણતા થાય તેવા પ્રયાસો કર્યા હતા જેમાં માસ્ટર ટ્રેનર કુલદીપ ભાઈ જેઠલોજાએ ગ્રામજનોને તમામ બાળકોને સરકારી સ્કૂલમાં ભણાવવા માટે જાગૃત કર્યા હતા આથી શિવનગર ગામના વાલીઓએ પોતાના બાળકોને હવેથી ખાનગી સ્કૂલમાં નહીં મોકલવાનો નિર્ણય લઈને ગામની સરકારી સ્કૂલમાં જ ભણાવવાનો નીર્ધાર કર્યો હતો.

- text

આ ઉપરાંત મોરબી રહેતા શિવનગરના ૮ બાળકોને ગામની સરકારી શાળામાં અપ-ડાઉન કરાવીને ભણાવવાનો નિર્ણય પણ લેવાયો હતો. આ તકે ગામના ઢોલ ત્રાસા મિત્ર મંડળે રૂ. ૧.૩૦ લાખના ખર્ચે સરકારી શાળાને સ્માર્ટ બોર્ડ આપવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ફી અધિનિયમમાં પોલંપોલ લાગવાથી ગ્રામજનોએ આ નિર્ણય લીધો છે.

- text