હળવદ : મોડલ સ્કુલ ખાતે એક દિવસીય કિશાન કલ્યાણ મહોત્સવ યોજાયો

- text


આ કાર્યક્રમમાં ૨૩ જેટલાં ખેડૂત સ્ટોલનું ખેડૂતોએ નિદર્શન નિહાળ્યું

હળવદ : ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આજે હળવદની મોડેલ સ્કૂલમાં એક દિવસીય કિશાન કલ્યાણ મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપપ્રાગ્ટય કરી શુભારંભ કરવામાં આવ્યું હતું.ખેડૂતોને સરકારી યોજનાઓનુ યોગ્ય માર્ગદર્શન સાથે સફળ ખેતીના અનુભવો તેમજ સજીવખેતી અને પશુપાલન વિશે વિસ્તૃત માહિતી મળી રહે તે માટે ખેડૂતોને તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.જેમા અલગ અલગ ૨૩ જેટલાં ખેડૂત સ્ટોલનુ મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોએ નિદર્શન નિહાળ્યું હતું.
ભારત દેશ ક્રૃષીપ્રધાન દેશ છે અને દરેક ખેડૂતોને ઓછા ખર્ચે વધુ સારા ગુણવત્તા વાળા ખેતપેદાશોનુ ઉત્પાદન કરે અને ખેડૂત સમ્રૃધ્ધ બને રહે તેવાં ઉત્તમ વિચાર સાથે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકારના ક્રૃષિ મેળાનું આયોજન કરતાં હોય છે. ત્યારે આજે હળવદમાં ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત મોડલ સ્કુલ ખાતે એક દિવસીય કિશાન કલ્યાણ મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતો વિવિધ પ્રકારની સરકારી યોજનાઓ વિશે માર્ગદર્શન મેળવે સાથે ખેત વિચારોનુ આદાનપ્રદાન થાય, સફળ ખેતીના અનુભવો, સજીવખેતી, પશુપાલન સહિતનું માર્ગદર્શન આપવા આવ્યું હતુ.જેમાં ખેડૂતો માટે અલગ અલગ ઔજારો તેમજ ખાતરોનુ નિદર્શન રાખવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પુર્વ મંત્રી જયંતિભાઈ કવાડીયા, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ સંધાણી, વલ્લભભાઈ પટેલ, પુર્વ પાલિકા પ્રમુખ રણછોડભાઈ દલવાડી, ખેડૂત તજજ્ઞ ચીનુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text