મોરબીમાં રહેણાંક મકાનમાંથી રૂ.૨૫ હજારના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી પોલિસે રૂ.૨૫,૨૦૦ની કિંમતની વિદેશી દારૂની ૭૨ બોટલ સાથે એક શખ્સને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના રણછોડનગર વિસ્તારમાં નિધિપાર્ક ખાતે આવેલા મકાન નં.૪૭ માંથી પોલીસે વિદેશી દારૂની ૭૨ બોટલ કીમત રૂ.૨૫,૨૦૦ સાથે તોફિક ગુલમામદભાઈ મોવર નામના શખ્સને ઝડપી પાડ્યો છે.મોરબી સીટી બી ડિવિઝને દારૂનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text