વાંકાનેરના વઘાસીયા ની સીમમાં સીરામીક ફેકટરીમાં ઘુસી ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ

- text


મોરબી : વાંકાનેરના વઘાસીયા  ગામની સીમમાં સિરામિક ફેકટરીમાં ઘુસી માથાભારે ઇસમે મજૂરોને ધાક ધમકી આપતા આ મામલે ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળ્યા મુજબ વાઘસિયા નજીક સીરામીક ફેકટરી ધરાવતા રાજેશભાઇ કુવરજીભાઇ આદ્રોજા જાતે પટેલ ઉ.વ ૩૫ ધંધો વેપાર રહે.મોરબી નરસંગ ટેકરી રવાપર મેઇન રોડ વાળાની ફેકટરીમાં ઘુસી જઈ ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઇન્દુભા જુવાનસિંહ ઝાલા જાતે દરબાર ઉ.વ ૪૯ ધંધો નોકરી રહે.મોરબી ગુજરાત હાઉસીંગ બોર્ડ વાળાએ ફરીયાદીના મજુરોને ખુલ્લી જમીનમા માટી નાખવા જતા આરોપીએ મજુરને ભુંડા બોલી ગાળો આપી ધોકા વતી માર માર્યો હતો.

- text

આ ઉપરાંત ફરિયાદીની ફેકટરીમાં ગેઇટની અંદર ગે.કા પ્રવેશ કરી ગાળો આપી મારી નાખવાની ધમકી આપી સાહેદે ફોન પર મારી નાખવાની ધમકી આપી હથીયાર બંધીના જાહેર નામાનો ભંગ કરી ગુન્હો કરતા ફરિયાદ નોંધાઇ છે.

 

- text