મોરબીના આંદરણા ગામે ટ્રેકટર પરથી પડી જતા શ્રમિકનું મોત

- text


મોરબી : મોરબીના આંદરણા ગામની સીમમાં ખેતીવાડી કામ કરતા મૂળ મહારાષ્ટ્રના શ્રમિકનું ટ્રેકટર પરથી પડી જતા મોત નીપજ્યું હતું.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદી કૈાશલ્યાબેન ફરિયાદ નોંધાવી હતી કે તેમના પતિ વાસુભાઇ નરશીભાઈ પાડવી જાતે અનુજાતિ ઉવ ૪૫ રહે, હાલ મનસુખભાઇ દરજીભાઇ પટેલની વાડીમાં આંદરણા ગામની સીમ તા જી મોરબી મૂળ મીરીયાબારી તા અકલકુવા જી નંદુરબાર રાજય મહારાષ્ટ્ર વાળા ટ્રેકટર નં જી જે ૨૪ બી ૪૩૫૨ માં બેસીને જતા હતા ત્યારે ટ્રેકટર ચાલક મહેશભાઇ અમરશીંગભાઇ પાડવી રહે, હાલ આંદરણા ગામ વાળાએ પોતાના હવાલાવાળુ ટ્રેકટર ઝડપભેર ગફલતભરી રીતે ચલાવી ફરીના પતિ ડાબા બાજુના વીલના પંખા ઉપર બેઠા હતા ત્યાથી ફગોડાઇ પડી જઇ ટ્રેકટરના વીલ નીચે આવી જતા શરીરે ગંભીર ઇજા થતા મરણ ગયા હતા.આ મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text