ટંકારાની એમ.પી.દોશી વિદ્યાલયમાં કાનૂની શિબિર યોજાઈ

- text


વિદ્યાર્થીઓને કાયદાકીય જ્ઞાન તેમજ કોર્ટ અંગે માર્ગદર્શન અપાયું

ટંકારા: ટંકારા તાલુકા કાનુની સેવા સતા મંડળ અને ટંકારા સીવીલ કોર્ટ દ્વારા એન્ટિ ચાઈલ્ડ ડે નીમીતે એમ.પી.દોશી વિદ્યાલયમા કાનુની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોને કાયદાકીય જ્ઞાન અને કોર્ટને લગતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- text

એન્ટી ચાઈલ્ડ ડે નિમિતે ટંકારાની એમ.પી. દોશી વિદ્યાલયમાં કાનૂની સેવા સતા મંડળ અને સીવીલ કોર્ટ દ્વારા કાનૂની શિબિર યોજાઈ હતી. શિબિર મા કાયદાનુ માર્ગદર્શન અને માહીતી ,કોર્ટના કાયદા વિશે માહિતી આપવા માટે ટંકારા તાલુકા કાનુની સેવાસતા મંડળના અધ્યક્ષ અને ટંકારા સીવીલ કોર્ટ ના જજ અેન .કે .યાદવ તેમજ ટંકારા બાર અેસોશીઅેશનના પ્રમુખ પરેશ ઉજરીયા , ઉપપ્રમુખ મુકેશ બારૈયા ,અેડવોકેટ અમિતભાઈ જાની ,ટંકારા સીવીલ કોર્ટ ના અશ્વિનભાઈ જાની,તેમજ સ્કુલના શિક્ષકૉ અને ટંકારા તાલુકા ના વિધ્યાર્થીઓ અને બાળકો અે આ કાનુની શિબિર મા હાજરી આપી હતી.

- text