મોરબીમાં પાર્ક કરેલી કારનો કાચ ફોડી તસ્કર લેપટોપ ચોરી ગયો

- text


મોરબી: મોરબીના શનાળા રોડ ખાતેના પાર્ટીપ્લોટમાં લગ્નપ્રસંગે આવેલા સુરેન્દ્રનગરના માર્કેટિંગ મેનેજરની કારના કાચ ફોડી તસ્કરો લેપટોપ ઉઠાંતરી કરી ગયા હોવાની ફરિયાદ એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે.

સુરેન્દ્રનગરના રહેવાસી રામજીભાઈ મોહનભાઈ હિન્સુંએ ફરિયાદ નોંધાવી છે કે શહેરના શનાળા રોડ પરના વૃંદાવન પાર્ક પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રંસગ હોય જેથી તે પત્ની સાથે આવ્યા હતા અને તેની વેગનઆર કાર નં જીજે ૦૩ સીએ ૯૫૭૧ પાર્કિંગમાં રાખેલી હોય જે કારના કાચ ફોડી અજાણ્યા ઈસમો લેપટોપ કીમત રૂ. ૩૦,૦૦૦ ચોરી કરી નાસી ગયા છે.આ લેપટોપ તેમની કંપનીનું હોય, તેમાં કંપનીનો મહત્વનો ડેટા સ્ટોર કરેલો હોવાનું તેઓએ જણાવ્યું હતું. સીટી એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- text

- text