મોરબીના બે બાળકોએ ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં પ્રવેશ મેળવ્યો

- text


આજે રવિવારે રાત્રે ૯ કલાકે બન્ને બાળકોના પર્ફોમન્સનું પ્રસારણ:મોરબીના ગૌરવ સમાં બન્ને બાળકોને વધુને વધુ વોટ આપવા નગરજનોને અનુરોધ

મોરબી: મોરબીના બે બાળકોએ ઝી ટીવી પ્રસ્તુત ડાન્સ ઇન્ડિયા ડાન્સ શોમાં પ્રવેશ મેળવી મોરબીનું નામ દેશભરમાં ગુંજતું કર્યું છે. આ બન્ને બાળકોની જોડીના પરફોર્મન્સનું પ્રસારણ ગઈકાલે અને આજે રવિવારે રાત્રે ૯ કલાકે કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ બંને બાળકોને વધુ ને વધુ વોટ આપવા નગરજનોને અનુરોધ કરાયો છે.

મોરબીની સરકારી શૈક્ષણિક શાળા પોલીસલાઈન કુમાર તાલુકા શાળામાં ધો.૮ના વિદ્યાર્થી અમિત દેલવાણીયા અને ખાનગી શાળાના વિદ્યાર્થી મન પટેલે ઝી ટીવી પ્રસ્તુત ડાન્સ ઇન્ડિયા ડાન્સ શોમાં પ્રવેશ મેળવીને ધમાકેદાર પર્ફોમન્સ આપ્યું છે. બન્ને બાળકોએ ડાન્સ ઇન્ડિયા ડાન્સ જેવા લોકપ્રિય શોમાં પ્રવેશ મેળવીને મોરબીનું ગૌરવ વધાર્યું છે.

- text

બન્ને બાળકોના પરફોર્મન્સનું પ્રસારણ ગઈકાલે શનિવારે કરવામાં આવ્યું હતું ઉપરાંત આજે રવિવારે રાત્રે ૯ કલાકે પણ પ્રસારણ થશે. આ જોડીનું પરફોર્મન્સ આજે રાત્રે નિહાળીને તેને વધુમાં વધુ વોટ આપવામાં આવે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે. બન્ને બાળકોની જોડીને વોટ કરવા માટે ૫૭૫૭૫ ઉપર DIDLM MAN લખીને એસએમએસ કરવાનો રહેશે. આ ઉપરાંત zee5.com/didlmvote ઉપર જઈને અનલિમિટેડ વોટ આપી શકાશે. આ ઉપરાંત ઝી ટીવીના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી પણ વોટ આપી શકાશે.

- text