મોરબીના લજાઈ નજીક મેટ્રો કલચરને ટક્કર મારે તેવો હાઇવે ફૂડ મોલ શરૂ

- text


ફાફડા, જલેબી રોટલાથી લઈ બ્રાન્ડેડ પિત્ઝા, સિઝલર અને લેબનીઝ ફૂડ એક જ સ્થળે ઉપલબ્ધ : બાળકો માટે વિશાળ પ્લે એરિયા, આરામ દાયક અતિ આધુનિક રૂમની પણ સુવિધા

મોરબી : મોરબીની નજીકમાં ફેમિલી સાથે જમવા જવું હોય અને ફેમિલી સાથે ગુડ ટાઈમ્સ સ્પેન્ડ કરવામાં માટે એક પણ સારી કહી શકાય તેવી હોટલ ન હોય ત્યારે મોરબીના બે યુવા મિત્રો દ્વારા લજાઈ નજીક હાઇવે ફૂડ મોલ શરૂ કરાયો છે જ્યાં કોઈ પણ ફેમિલી ભાવતા ભોજનનો આસ્વાદ લેવાની સાથે ત્રણ ચાર કલાકનો સમય વિતાવવા ઈચ્છે તો આરામથી આનંદ મેળવી શકશે સાથે સાથે બાળકો માટે અવનવી રાઈડ્સ સાથે નો પ્લે એરિયા તો ખરો જ !

મોરબીના કિશોરભાઈ રાઠોડ અને દેવાયતભાઈએ મોરબીની સ્વાદપ્રિય અને હરવા ફરવાની શોખીન પ્રજા માટે અતિ આધુનિક કહી શકાય તેવો હાઇવે ફૂડમોલ શરૂ કર્યો છે, લજાઈ નજીક શરૂ થયેલ આ ફૂડ મોલ ૨૪ × ૭ ચાલુ રહે છે અને અહીં ફાફડા ગાંઠિયા, શુદ્ધ ધીની જલેબીથી લઈ પુરી – શાક, થેપલા – સૂકી ભાજી, પૌવા બટાટા, કચોરી આઠ પ્રકારના ઢોસા, ઈડલી મેન્દુવડા અને ઘણું બધું તો ફક્ત નાસ્તામા જ ઉપલબ્ધ છે.

મોરબી અપડેટ સાથેની ખાસ વાતચીતમાં હાઇવે ફૂડ મોલના માલિક કિશોરભાઈએ સ્વાદ શોખીનોને અહીં પધારવા ભાવ ભર્યું નિમંત્રણ પાઠવતા જણાવ્યું કે આટલા મોટા મોરબીમાં સારી કહી શકાય તેવી કે ફેમિલી સાથે કલાકો ગાળી ભોજન લઈ શકાય એવી એક પણ જગ્યા ન હોય અમોને આ ફૂડમોલ શરૂ કરવા પ્રેરણા મળી છે.

વધુમાં કિશોરભાઈએ ઉમેર્યું કે અમારા ફૂડ મોલમાં શુદ્ધ હાઇજેનિક ભોજન પીરસાય એ માટે હોનેસ્ટ, યુએસ પિત્ઝા, કોફી શોપ સહિતના બ્રાન્ડેડ ફૂડ શોપ્સ લોકો માટે અવેલબલ કરવામાં આવ્યા છે અને કજસ કરીને લોકો એ એક જ સ્થળે તમામ પ્રકારની શુદ્ધ, સાત્વિક વેરાયટીનો સ્વાદ માણવા મળશે.

- text

હાઇવે ફૂડ મોલની વિશેષતા જણાવતા દેવાયતભાઈ કહે છે કે અહીં લોકલ આઈટમોથી લઈ લેબનીઝ ફૂડ, કોન્ટીનેન્ટલ ફૂડ અલગ અલગ પ્રકારના સિઝલર ઉપલબ્ધ છે અને લોકોના ટેસ્ટને પારખી સંપૂર્ણ પણે હાઇજેનિક ફૂડ પીરસવમાં આવે છે.

આ તકે દેવાયતભાઈએ ચોવીસ કલાક ઓપન રહેતા પોતાના રેસ્ટોરામાં ઓરીજનલ કાઠિયાવાડી ભોજન મળવાની ખાતરી આપતા ઉમેર્યુ કે આજ કાલ હોટેલોમાં જે રીતે કાઠિયાવાડી ભોજન મળી રહ્યું છે તેમાં કાઠિયાવાડી તો ફક્ત નામ જ રહ્યું છે લોકોને ખરો ટેસ્ટ મળતો જ નથી પરંતુ અમારે ત્યાં તમામ શાક, ઓળો, બાજરીના રોટલા વગેરે ચીજો પ્યોર કાઠિયાવાડી ટેસ્ટની લેહજ્જત આપશે.

લજાઈ નજીક શરૂ થયેલ આ ફૂડ મોલમાં સવારે નાસ્તો, બપોરે કાઠીયાવાડી ભોજન, પંજાબી ડિશ, કોન્ટીનેન્ટલ ફૂડ અંર સાંજે ડિનરમાં પણ વિવિધ વેરાયટીની સાથે લેબનીઝ ફૂડ કોર્ટમાં અનેક વિધ વેરાયટીઓ સર્વ કરવામાં આવી રહી હોવાનું દેવાયતભાઈ અને કિશોરભાઈએ ઉમેર્યું હતું.

આમ, લાંબા સમયથી ઔધોગિક નગરી મોરબીની ખાસ જરૂરિયાત એવા વિવિધ વાનગીઓ એકજ જગ્યાએ ઉપલબ્ધ બને તેવી સુવિધા સાથેનો ફૂડમોલ રાજકોટ – મોરબી હાઇવે પર શરૂ થતાં મોરબીના સ્વાદ શોખીનો ઉપરાંત દેશ – વિદેશથી આવતા મહેમાનો માટે ભાવતા ભોજનીયા મેળવવાનું ઉત્તમ ડેસ્ટિનેશન બન્યું છે.

અવધ હોનેસ્ટ હોટલના માલિક કિશોર રાઠોડ અને દેવાયતભાઈ સાથે મોરબી અપડેટની ખાસ વાતચીતનો વિડિઓ..

 

- text