સરવડ ગામે પર્યાવરણ જતનના સંકલ્પ સાથે પાટીદાર સમાજના ધામધૂમથી સમુહ લગ્ન યોજાયા

- text


પાટીદાર સમાજના ૮૧ નવયુગલોએ માંડ્યા પ્રભુતામાં પગલાં : નવયુગલોને વૃક્ષ પ્રેમી મંડળ દ્વારા છોડ આપીને તેના જતનનો સંકલ્પ લેવડાવામાં આવ્યો

મોરબી: માળિયાતાલુકા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા માળિયાના સરવડ (સરદારનગર) ગામે ૧૮ એપ્રિલને બુધવારે પાટીદાર સમાજના સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સમૂહ લગ્નમાં પાટીદાર સમાજના ૮૧ યુગલો એ કન્યા કેળવણી મંડળના પૂર્વ પ્રમુખ વલમજીભાઇ કાનજીભાઈ અમૃતિયા તથા મહંત દામજીભગત સહિતના મહાનુભાવો ઉપસ્થિતી માં સાત સાત જન્મો સાથે રહેવા સોંગધ ખાઈ સાત ફેરા ફરી લગ્ન ગ્રંથી થી જોડાયા હતા.

આ તકે રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારીયા, મોરબી-માળીયા ના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા સહીત અન્ય પાટીદાર સમાજ ના આગેવાનો અને વડીલો હાજર રહ્યા હતા

- text

સાથે પાટીદાર સમાજના યોજાયેલ સમૂહ લગ્નમાં પર્યાવરણ જતનના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી વૃક્ષો ના વાવેતર સાથે નવદંપત્તીઓને લગ્નજીવન સુખમય રહે એ માટે આશીષ આપ્યા હતા તેમજ આ સમિતી દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં આ રીતે સમુહ લગ્ન ના આયોજન થકી આશરે ૪૦૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ છે આ સમૂહ લગ્નમાં વૃક્ષ પ્રેમી મંડળ દ્વારા વૃક્ષોનું વિતરણ કરી વર-કન્યાને તેમના ઘરે અને ગામમાં વૃક્ષ ઉછેર નો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.

સમૂહ લગ્નને સફળ બનાવવા સમિતિના પ્રમુખ નંદલાલ વિડજા, ઉપપ્રમુખ ડો.મનુભાઈ કૈલા, મણિલાલ સરડવા, મંત્રી શિવલાલભાઈ ઓગણજા, સહમંત્રી જયંતીલાલ વિડજા અને કમલેશભાઈ કૈલા સહિતના જહેમત ઉઠાવી હતી અને આ સમુહ લગ્ન માં મોટી સંખ્યા મા જાનૈયા અને આજુબાજુ ના ગ્રામ્યજનો સહીત પાટીદાર સમાજ ના આગાવાનો જોડાયા હતા.

- text