મોરબીમાં જાહેરમાં જુગાર રમતા બે સિનિયર સીટીઝન ઝડપાયા

- text


મોરબી: મોરબીમાં હવેલી શેરી, માધવરાયના મંદિર પાસે જાહેરમાં તીનપતિનો જુગાર રમતા બે પતાપ્રેમી સિનિયર સિટીઝનો પકડાયા હતા. મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબીમાં હવેલીશેરી ,માધવરાયના મંદીર પાસે,ગ્રીન બીટ ખાતે જાહેરના તીનપતિનો જુગાર રમતા ગુણવંતરાય માધવદાસ રામાવત ઉ.વ .૬૪ રહે-હવેલીશેરી માધવદાસ મંદીર પાસે તેમજ પ્રવિણભાઇ ઝવેરભાઇ મહેતા ઉ.વ.૬૦ રહે-દફતરીશેરી ,હીરાભુવન એપાર્ટમેન્ટ વાળાને રૂ.૮૯૦ની રોકડ સાથે પોલીસે પકડી પાડ્યા હતા. મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બન્ને સિનિયર સીટીઝન સામે ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text