પ્રેણાદાઇ પગલું : બેસણા સાથે બ્લડ ડોનેશન કેમ્પ

- text


મોરબીમાં નિવૃત ફોરેસ્ટરના બેસણામાં રક્તદાન  કેમ્પનું આયોજન કરાયું : 75 બોટલ રક્ત એકઠું થયું 

મોરબી : મોરબીના નિવૃત ફોરેસ્ટર સ્વા હરજીવનભાઇ મોરડિયાનું તા.17ના રોજ દુઃખદ અવસાન થયું હતું તેમના અવસાન બાદ તેમના ભત્રીજા મનોજ મોરડીયા ,ભાવેશ મોરડીયા તથા પુત્રી ગોપીબેન મોરડિયાએ તેમના પિતાનું પ્રેરણાદાયી બેસણું કરવાનું આયોજન કર્યું હતું જેના ભાગરૂપે તા.19 ના રોજ શિવ હોલમાં બેસણા સાથે રક્તદાન કેમ્પ નું પણ  આયોજન કર્યું હતું આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું અને 75 બોટલ રક્ત એકઠું કરી જુદી જુદી સ્વૈચ્છીક સંસ્થાઓને અર્પણ કર્યું હતું. આ કેમ્પમા સંસ્કારધામ બ્લડબેંક ના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવાઇ હતી.

- text

- text