વાંકાનેર : પોલીસની ઓળખ આપી બાઈક સવારોએ નિર્દોષ લોકો પાસેથી પૈસા પડાવ્યા

- text


વાંકાનેરમાં એક જ રાતમાં બે જગ્યાએ પોલીસના સ્વાંગમાં શખ્સોએ પૈસા પડાવ્યા : ફરિયાદ નોંધાતા પોલીસ હરકતમાં આવી

મોરબી : વાંકાનેરમાં બે અલગ અલગ જગ્યાએથી પોલીસની ઓળખ આપી બે શાકભાજીના વેપારીને નિશાન બનાવી રૂપિયા ૩૮ હજારથી વધુ પૈસા પડાવ્યા હોવાનો બે ગુના નોધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરમાં ગત તા.૯ ના રાત્રીના સમયે હળવદના ખેતરડી ગામેથી પ્રવીણભાઈ જેશાભાઈ દેક્વાડીયા બોલેર કાર નં જી.જે.૩ એ.ટી ૧૩૭૪ લીંબુ ભરીને રાજકોટ ખાલી કરવા જતા હતા ત્યારે વાકેનરના શહેરમાં આવેલી એક્સીસ બેક નજીક રાત્રીના લગભગ પોણા અગિયારે પહોંચ્યા ત્યારે એક નમ્બર પ્લેટ વગરનું મોટર સાયકલ પાછળ થી આવી ને પ્રવીણભાઈની બોલેરો કાર ઉભી રખાવી અને પોલીસની ઓળખ આપી ચેક કરવું છે તેમ કહી તેને નીચે ઉતારી ગાડી ચેક કરવામાં આવી હતી. તેમાં રહેલા રૂપિયા તેમજ પ્રવીણભાઈ પાસે રેહલા રૂપિયા ૨૦,૬૦૦ લઈ અસલ આર.સી.બુક નથી એટલે પોલીસ સ્ટેશન ગાડી લેવી પડશે તેમ કહ્યું હતું અને ત્યાંથી રૂપિયા લઇ ને નાસી ગયો હતો.

- text

તો બીજા ગુનામાં ચોટીલાના કાળાસર ગામમાં રહેતા ગણેશ દેવાભાઈ ધોરલીયા ગત રાત્રીના દોઢ વાગ્યાના આસપાસ વઘાસીયા ટોલનાકા પાસે તેની છોટા હાથી જી.જે.13 એ ડબ્લ્યુ ૨૨૮૪ નમ્બર લઈને મોરબી બકાલું વેચવા જતા હતા. ત્યારે તેને નમ્બર વગરના બાઈક ચાલકે રોકી અને પોલીસની ઓળખ આપી બીવડાવી રૂપિયા ૧૮,૦૦૦ રકમ લઇ અને ટોલનાકા પાસે આવું તેવું કહી ત્યાંથી નીકળો અને છોટા હાથી ચાલક ત્યાં ગયો પણ પોલીસ ઓળખ આપી ચેક કરનાર શખ્સ બાઈક લઇ ને બીજી તરફ નીકળી ગયો હોવાથી ગણેશભાઈ વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી

આમ વાંકાનેર સીટી વિસ્તારમાં એક જ રાત્રીમાં બે બનાવમાં ગુનો નોંધી પોલીસે પોલીસની ઓળખ આપી પૈસા પડાવનારા શખ્સોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text