હળવદમાં ભરબજારે યુવાન પર હુમલો

- text


ત્રણ અજાણ્યા શખ્સોએ ફોટોગ્રાફી કરતાં યુવાનને ઢોર માર માર્યો

હળવદ : હળવદમાં ધ્રાંગધ્રાનો યુવાન શોપીંગ મોલનો વિડિયો ગ્રાફી કરી રહ્યો હતો તે દરમ્યાન અજાણ્યા ત્રણ શખ્સો ધશી આવ્યા બાદ બોલાચાલી કરી હુમલો કરતા ઢોરમાર મારવામાં આવતા ઈજાગ્રસ્ત યુવાનને પ્રાથમિક સારવાર માટે હળવદ સરકારી હોસ્પીટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યો હતો. હળવદ પોલીસ દ્વારા બનાવ અંગેની ફરીયાદ નોંધાવાની તજવીજ હાથ ધરવામા આવી હોવાનુ જાણવા મળ્યું હતું

સુત્રોમાંથીથી મળતી વિગત મુજબ હળવદ શહેરની મુખ્ય બજાર મા આવેલ મુળીબા માર્કેટમાં ધાગંધ્રાનો યુવાન જયેશ ભાઈલાલ ઝાલા શોપિંગ મોલનુ વિડીયો શુટીંગ કરવા હળવદ આવ્યો હતો. જયેશના જણાવ્યા મુજબ આ જમીન તેની માલિકીની છે અને આ કેસ કોર્ટમાં છે જેથી અમો આ શોપિંગ સેન્ટર પર કોર્ટનો સ્ટે લાવ્યા છીએ. છતાં પણ માથાભારે શખ્સો દ્વારા કોર્ટના હુકમની” ઐસી કી તૈસી ” કરીને બિન અધિકૃત રીતે બાંધકામ કરી રહ્યા છે. જેથી આવતીકાલે મારે કોર્ટમાં મુદ્દત હોય મારે પુરાવા રૂપે કોર્ટમાં વિડીયો ગ્રાફી દર્શાવવાનો હોય જેથી કરીને હુ આજે વિડીયો ગ્રાફી કરી રહ્યો હતો. તે દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સોએ મારા પર હુમલો કર્યો હતો.

- text

આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલ યુવાનને પ્રાથમિક સારવાર અર્થે હળવદ સરકારી હોસ્પીટલ અને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યો હતો. આ હુમલા અંગેની હળવદ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનુ જાણવા મળ્યું છે.

- text