ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ કેટલો મહત્વનો ? અજંતા ઓરેવા ગ્રુપની ડોક્યુમેન્ટરી ફિલ્મ લાખો લોકોએ નિહાળી

- text


પાણી પ્રશ્ને અજંતા – ઓરેવા ગ્રુપ હંમેશા જાગૃત : નર્મદા બંધ ની ઉંચાઈ વધારવા સમયે બનાવાયેલ સીડીએ ઇતિહાસ રચ્યો

મોરબી : લોકો નર્મદા નીરનું મૂલ્ય સમજે તેમજ ગુજરાતની જીવાદોરી સમો નર્મદા ડેમ કેટલો અગત્યનો તેનું મહત્વ સમજાવવાના હેતુ થી અજંતા – ઓરેવા ગ્રૂપના જયસુખભાઈ પટેલે બનાવેલી ખાસ ડોક્યુમેન્ટરી ફિલ્મ લાખો લોકોએ નિહાળી ઇતિહાસ સર્જી દીધો છે, પાણી પ્રશ્ને હંમેશા જાગૃત અજંતા – ઓરેવા ગ્રુપ દ્વારા નર્મદા બંધની ઉંચાઈ વધારવા સર્જાયેલી મુશ્કેલી સમયની વાતને યાદ કરી આ ફિલ્મની વાત વર્ષો બાદ લોકોને યાદ કરાવી છે.

અજંતા – ઓરેવા ગ્રુપના જયસુખભાઈએ એક ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, નર્મદા ડેમની હાઇટ વધારવાના કામમાં મેઘા પાટકર જેવા અનેક લોકો હવનમાં હાડકા નાખવાનું કામ કરી રહ્યા હતા તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ નર્મદા ડેમની હાઈટ વધારવાની માંગ સાથે ઉપવાસ ઉપર બેઠા હતાં આવા સમયે અજંતા ઓરેવા ગૃપ દ્વારા લોકો નર્મદા ડેમ કેટલો અગત્યનો છે તે જાણી શકે તે હેતુથી નર્મદા ડેમની ફિલ્મ બનાવી હતી

વધુમાં તા.૩૧ જાન્યુઆરી ૨૦૦૭ ના રોજ મોરબી ખાતે જયસુખભાઇની કોર્પોરેટ ઓફિસના ઉદઘાટન પ્રસંગે નર્મદા ફિલ્મ નરેન્દ્ર મોદીના હસ્તે રીલિઝ કરવામાં આવી હતી.આ ફિલ્મમાં ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, વિપક્ષ નેતા અર્જુનભાઈ મોઢવાડિયા, નર્મદા પ્રોજેક્ટના મિનિસ્ટર જયનારાયણ વ્યાસ તથા નર્મદા નિગમના ચેરમેન પી.કે.લહેરિએ પોતાની સ્પીચ પણ આપેલી હતી.

- text

ફિલ્મમાં ગુજરાતના લોકો માટે નર્મદા ડેમ કેટલો અગત્યનો છે તે દર્શાવવામાં આવ્યું હતું તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આ ફિલ્મ અનહદ રીતે પસંદ આવી હતી અને લોકો નર્મદા બંધનું મહત્વ જાણી શકે તે માટે નરેન્દ્રભાઇ મોદીએ દરેક જિલ્લા કલેકટરને ઓર્ડર કરી જણાવ્યું હતું કે દરેક જિલ્લાના બધાજ કેબલ ઓપરેટરોએ આ ફિલ્મ એક માસમાં ત્રણ વખત રિલીઝ કરવાની રહેશે સતત ત્રણ માસ સુધી આ પ્રક્રિયા ચાલુ રાખી ગુજરાતના લોકો નર્મદા ડેમ વિશે માહિતગાર થાય તે માટે સૂચન આપ્યું હતું

ઉલ્લેખનીય છે કે કેવડિયા કોલોની ખાતે નર્મદા ડેમની મુલાકાતે આવતા વિઝીટર્સને વિઝિટર રૂમમાં આ ફિલ્મ બતાવવામાં આવતી હતી લગભગ દસ વર્ષ સુધી નર્મદા ડેમ ખાતે આ ફિલ્મ બતાવવામાં આવી હતી અને લાખો લોકોએ આ ડોક્યુમેન્ટરી ફિલ્મ નર્મદા ડેમ ખાતે જોયેલી હતી.

અજંતા ઓરેવા ગૃપ પાણી પ્રશ્ને હંમેશા જાગૃત રહ્યું છે લોકજાગૃતિ માટે હંમેશા સામાજિક જવાબદારીઓ સમજીને પોતાની ફરજ બજાવવામાં અજંતા ઓરેવા ગૃપ હંમેશા આગળ રહ્યું છે. અજંતા ઓરેવા ગૃપે અગાઉ પણ ચેકડેમો કુવા રિચાર્જ અને ખેત તલાવડા વગેરે માટે લોકજાગૃતિ તેમજ ઘણા કામો કર્યા હોવાનું જયસુખભાઈ પટેલે અંતમાં જણાવ્યું હતું.

ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ કેટલો મહત્વનો ? આ વિષય પર અજંતા ઓરેવા ગ્રુપની ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળો

- text