મોરબીમાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવાયો

- text


એલસીબી ના પેરોલ ફર્લો સ્ક્વોડે હળવદના ખેતરડી ગામેથી આરોપી ઝડપી લીધો

મોરબી : મોરબી જિલ્લાના ટંકારા પોલીસ મથકના ગુન્હામાં છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી નાસતા ફરતા આરોપીને એલસીબી ટીમે હળવદના ખેતરડી ગામેથી ઝડપી લીધો હતો.

મોરબી જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ દ્વારા મોરબી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સુચના મુજબ ઇન્ચાર્જ એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસ અને તેમની ટીમ દ્વારા ટંકારા પોલીસ સ્ટેશન હેઠળ આઇપીસી કલમ ૩૬૩,૩૬૬ મુજબના ગુના કામનો નાસતો ફરતો આરોપી બાબુભાઇ મેરુભાઇ કોળી ઉ.વ.૨૧ રહે.પંચાસિયા, તા.વાકાનેર વાળો નાસતો ફરતો હતો જે મજકુર આરોપીની એલસીબીના માણસોએ મજકુર આરોપીને શોધી કાઢવા ઘણા સમયથી ખાનગી રાહે તપાસ કરતા હતા.

- text

જે દરમ્યાન મજફ઼ર આરોપી હળવદ તાલુકામાં ખેતરડીં ગામે રહેતો હોવાની હકીક્ત આધારે પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફની હકીકત આધારે મજકુર આરોપી તથા ભોગ બનનાર ને હળવદ તાલુકાના ખેતરડી ગામેથી શોધી કાઢી આરોપીની ધરપકડ કરવામા એલસીબી ના પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમને સફળતા મળેલ છે.

- text