મોરબીના બોની પાર્ક પાસે વોકળાના ખાડામાં આખલો ખાબક્યો

- text


ખાડાને ફરતી બાજુ બનાવવામાં આવેલી દીવાલ માંથી એક સાઈડની દીવાલ પડી જતા દુર્ઘટના સર્જાઈ

મોરબી : મોરબીના બોની પાર્ક નજીક આવેલા વોકળાના ખાડામાં આખલો ખાબક્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.ખાડા ફરતે કરેલી નાની દીવાલોમાંથી એક સાઈડની દીવાલ તૂટી ગયેલી છે. જ્યાંથી આખલો આ ખાડામાં ગરક થઈ ગયો હતો.

મોરબીના બોની પાર્ક પાસે આવેલા વોકળાના ખાડાની ફરતી બાજુ નાની દીવાલ કરવામાં આવી હતી. જેમાં એક સાઈડની દીવાલ તૂટી જતા જવાબદારોએ તેનું સમારકામ કરવાની તસ્દી લીધી ન હતી. જેના કારણે આજે એક આખલો તે ખાડામાં ખાબક્યો હતો. ખાડામાં પડેલો આખલો કલાકો સુધી બહાર નીકળવા માટે કણસતો રહ્યો હતો.

- text

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ ખાડામાં એક ટ્રક ફસાઈ ગયો હતો.ત્યાર બાદ જ ખાડાની ફરતી બાજુ નાની દીવાલ બનાવવામાં આવી હતી.જયારે આજે આ જ ખાડામાં આખલો ખાબકયો હોવાનો બનાવ બન્યો છે. આખલાને બહાર કાઢવા માટે કેતન લોરિયા અને રસિકભાઈ પટેલે યદુનંદન ગૌ શાળા અને નગર પાલિકા ના જેસીબીની મદદ લઈને પ્રયાસો હાથ ધર્યા હતા.

- text