ભડિયાદ ગામનું સુકાન મહિલાઓના શિરે: સરપંચ બાદ ઉપસરપંચ પદે પણ મહિલા

- text


આજે મળેલી બેઠકમાં ભડિયાદ ગામ ના ઉપસરપંચ તરીકે જલ્પાબેન અઘારા બિન હરીફ ચુંટાયા:૧૨ પૈકી ૯ મહિલા સભ્યો

મોરબી: ગત માસમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભડિયાદ ગામમાં પ્રથમ વખત મહિલા સરપંચ ચૂંટાયા હતા. ત્યારબાદ આજ રોજ મળેલી બેઠકમાં ઉપસરપંચ પદે ફરી મહિલા બિનહરીફ ચૂંટાયા છે. અત્યાર સુધી જે ગામનું સુકાન પુરુષો સાંભળતા હતા તે ગામનું સુકાન હવે મહિલાઓને સોંપવામાં આવ્યું છે.

ઘણા ખરા ગામો એવા હતા કે જ્યાં મહિલાઓને માત્ર ઘરકામ માટે જ બની હોય તેવું માનવામાં આવે છે. ત્યારે સરકારે મહિલા સશક્તિકરણ ઉપર ભાર મુકતા ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓની સ્થિતિમાં ઘણો સુધારો આવ્યો છે. મોરબી જિલ્લાના ભડિયાદ ગામે પણ આવું જ બન્યું છે. આ ગામ નું સુકાન પુરુષો જ સાંભળતા હતા. પરંતુ ગત માસ થી ગામનું સુકાન મહિલા સરપંચને સોંપાયું હતું. ઉપરાંત આજે મળેલી બેઠકમાં મહિલા ઉપસરપંચ પણ બિનહરીફ ચૂંટાયા છે.વધુમાં આ ગ્રામપંચાયતના ૧૨ સભ્યો પૈકી ૯ મહિલા સભ્યો છે.

- text

ગત માસે ભડિયાદ ગામે પ્રથમ મહિલા સરપંચ તરીકે મંજુલાબહેન ચૌહાણ ચુટાઇ આવ્યા હતા.ભડિયાદ ગ્રામ પંચાયતમાં ૧૨ સભ્યો માંથી ૯ મહિલા સભ્યો હોવાથી ભડિયાદ ગ્રામ પંચાયતમાં મહિલાનો દબદબો જોવા મળ્યો હતો.ભડિયાદ ગ્રામ પંચાયતની આજે પ્રથમ બેઠક યોજાઈ હતી જેમાં ઉપસરપંચ માટેં ચુંટણી યોજાઈ હતી આ ચુંટણીમાં ૧૨ સભ્યોની સહમતીથી ઉપસરપંચ તરીકે જલ્પાબહેન જયંતિલાલ અઘારા બિનહરીફ ચુંટાયા હતા.

- text