રાજકોટના હોસ્પિટલ ચોકમાંથી મોરબીનો કેદી પોલીસ જાપતો તોડી ફરાર

- text


મોરબી સબ જેલમાં હત્યાના ગુન્હાનો કાચા કામનો કેદીએ પોલીસકર્મીને ધક્કોમારી નાસી છૂટ્યો

રાજકોટ : મોરબી સબ જેલમાં હત્યાના ગુનામાં સજા ભોગવતા કાચા કામના કેદીને સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલ લઈ આવ્યા બાદ પરત મોરબી જતી વખત જમાદાર રિક્ષા ભાડુ પુછવા જતા જવાનને ધક્કો મારી આરોપી ફરાર થઈ જતા આ અંગે પ્રનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવવામાં આવી છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબી સબ જેલમાં હત્યાના ગુન્હામાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા મહેન્દ્ર પોપટ ચાવડા નામના આરોપીને ગઈકાલે બપોરે જમાદાર જેઠાભાઈ માવજીભાઈ ચૌહાણ અને એલઆર પ્રવિણભાઈ અરજણભાઈ રાઠોડ બંને મેડીકલ સારવાર માટે રાજકોટ સીવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા, સારવાર પૂર્ણ કર્યા બાદ સાજે ૬ વાગ્યાના અરસામાં પરત મોરબી જતા હતા ત્યારે હોસ્પિટલ ચોકમાં ત્રણેય ઉભા હતા જેમા જમાદાર રીક્ષા કરાવવા માટે ભાડુ પુછવા જતા આરોપી મહેન્દ્ર મોકાનો ફાયદો ઉઠાવી જવાનને ધક્કો મારી નાશી છુટયો હતો.

આ ઘટના અંગે મોરબી પોલીસની ફરિયાદના આધારે ગુન્હો નોધી પ્ર.નગરના પી.આઈ. એમ. બી. કાતરીયા રાહબરીમાં તપાસ હાથ ધરી નાસી છૂટેલા હત્યા કેસના આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા છે.

- text