રતનપર જતી વૃધ્ધા મોરબીમાં ભૂલી પડી ગઈ: અભયમ ની ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન

- text


રતનપર જતી વૃધ્ધા મોરબીમાં ભૂલી પડી ગઈ: અભયમ ની ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન

મોરબી, રાપર તાલુકાના ઉમયા ગામે થી રતનપર જતી વૃધ્ધા ભૂલી પડી જતાં મોરબી બસ સ્ટેન્ડ માંથી ગભરાયેલ હાલતમાં મળી આવી હતી. બાદમાં ડેપો મેનેજરે અભયમ હેલ્પલાન નો સંપર્ક સાધતા અભયમની ટીમે વૃધ્ધાને તેના પુત્રના ઘેર રતનપર પહોંચાડી હતી.જેથી પરિવારે હાશકારો અનુભવ્યો હતો.

૮૫ વર્ષના તેજુબેન હીરાભાઈ રબારી તેમના મોટા પુત્ર જે રાપર તાલુકાના ઉમયા ગામે રહે છે.ત્યાંથી નાના પુત્રને ત્યાં રતનપર જવા નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ મોરબી બસ સ્ટેન્ડ ખાતે ભૂલા પડી ગયા હતા. ત્યારે ડેપો મનેજરને આ અંગે જાણ થતાં તેમને અભયમ હેલ્પલાઇન નો સંપર્ક સાધીને મદદ માગી હતી. અભયમના કાઉન્સેલર સરલાબેન ભોંયા અને સ્ટાફના દિલીપભાઈ દુબરિયા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

- text

અભયમની ટીમે વૃધ્ધા ની પૂછતાછ કરતા તેમને નાના પુત્ર ને ત્યાં રતનપર નાં રામમંદિર ખાતે જવાનું કહ્યું હતું. બાદમાં અભયમની ટીમે તપાસ કરતા વૃધ્ધનો નાનો પુત્ર રતનપર ના રામ મંદિરમાં ગોવાળિયા તરીકે કામ કરતો હોવાનું માલૂમ પડ્યું હતું.જેથી વૃધ્ધા ને ત્યાં લઈ જઈને પરિવાર સાથે મેળાપ કરાવવામાં આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.

 

- text