નવલખી ફાટક પર બે કલાકથી ટ્રાફીક જામ : વાહન ચાલકો ત્રાહીમામ

- text


મોરબી : મોરબી અને ટ્રાફિક સમસ્યા બંને શબ્દો એક બીજા ના પર્યાય બની ગયા છે. મોરબી શહેર અને મોરબીને જોડતા માર્ગો પર ટ્રાફિક સમસ્યા રોજિંદી બની ગઈ છે. આજે પણ નવલખી ફાટકે બે કલાકથી ટ્રાફિક જામ સર્જાયો છે. જેમાં ધંધા રોજગારે અને અગત્યના કામે જતા અનેક લોકો ફસાયા છે તેમજ આ ટ્રાફિક જામમાં એમ્બયુલન્સ પણ ફસાણી હતી.

સૌરાષ્ટ્ર કચ્છને જોડતો મુખ્ય માર્ગ અને મોરબી નજીકથી પસાર થતા કંડલા હાઇવે પર આવેલી નવલખી ફાટક પાસે રોજિંદા ઘટના ક્રમ મુજબ આજે સવારથી ટ્રાફિક જામ સર્જાયો હતો. સતત બે કલાક થી ટ્રાફિક જામના કારણે નવલખી ફાટકની બંને સાઈડ લાંબી વાહનોની કતારો લાગી છે. જેમાં અનેક ઉદ્યોગકારો અને અગત્યના કામે જતા વાહન ચાલકો ફસાતા ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. જયારે ટ્રાફિકજામમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી.

- text

નવલખી ફાટક પર ટ્રાફિક જામ અંગે મોરબી સીરામીક અસોસિયેશનના હોદેદારો નિલેશ જેતપરિયા અને મુકેશ કુંડારીયાએ જણાવ્યું હતું કે નવલખી ફાટક પર વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે, જેના કારણે અનેક માનવ કલાક અને પેટ્રોલનો વેડફાડ થઇ છે. અને અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે આ બાબતે તંત્રએ તાકીદે યોગ્ય પગલાં ભરવા જરૂરી છે.

- text