મોરબી : ત્રિકોણબાગ પાર્કિંગમાં પાર્ક કરેલી કારો પર તોતિંગ વૃક્ષ પડ્યું

- text


મોરબી : મોરબીના પરાબજાર પાસે આવેલા ત્રિકોણબાગ પાર્કિગમાં આજે સવારે એક તોતિંગ વૃક્ષ ધરાસાઈ થયું હતું. જેમાં વૃક્ષ નીચે પાર્ક કરેલી કારો પર આ વૃક્ષ પડતા કારોમાં મોટું નુકસાન થયું હતું.

- text

પરાબજારમાં આવેલી એસબીઆઈ બેન્ક સામે આવેલા ત્રિકોણ બાગ પાર્કિગમાં એક જૂનું મસ મોટું વૃક્ષ અચાનક જ ધરાસાઈ થઈ ગયું હતું. આ તોતિંગ વૃક્ષ પાર્કિગમાં પાર્ક કરેલી ત્રણ જેટલી કાર પર પડ્યું હતું. જેના કારણે કારોનો મોટું નુકસાન પોહચ્યું હતું. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર સ્થળ પર દોડી જઇ ધરાસાઈ ઝાડને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

- text