મોરબીના પાનેલીમાં હોળી રમવા મુદ્દે મારામારી : એસ્ટ્રોસિટી

- text


મોરબી : મોરબીના પાનેલીમાં હોળી રમવા મુદ્દે માથાકૂટ થયા બાદ એક સંપ કરી યુવાનને માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરતા એસ્ટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી ચેતનભાઇ હમીરભાઇ સોલંકી જાતે. અનુ.જાતિ ઉવ.૩૦ ધંધો. ખેતમજુરી રહે. પાનેલી વાળાએ (૧) કાનજી શિવાભાઇ ચાવડા (૨) કાંન્‍તીલાલ સવજીભાઇ ચાવડા (૩) ખીમજી જેરામભાઇ ડાભી (૪)મુળજી અવચરભાઇ નો દીકરો(૫) બચુભાઇ છગનભાઇ ડાભીના દિકરો દિલીપ (૬)બચુભાઇ છગનભાઇ ડાભીનો બીજો દીકરો જેનું નામ ખબર નથી. રહે. બધા પાનેલી તા.જી.મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- text

ફરિયાદમાં જણાવ્યા મુજબ હોળીના તહેવાર નિમીતે ગામના બૈરા તથા છોકરાઓ રમતા હોય જેથી રસ્‍તામાં ઇંટો આડી રાખેલ હોય જે અંગે સાહેદ હિતેષ તથા લાલજીભાઇએ આરોપીઓને પુછતા તેઓને સારૂ નહી લાગતા તેનો ખાર રાખી એક સંપ કરી ગે.કા.મંડળી રચી સાહેદોને લાકડી,પાઇપ વતી આડેધડ માર મારી ગાળો આપતા ફરિ. આવી વચ્‍ચે પડતા ફરી. સાહેદોને જ્ઞાતિ પ્રત્‍યે અપમાનિત કરી ફરી.ને પણ લાકડી,પાઇપ વતી માથામાં તથા વાંસામાં તથા શરીરે નાની મોટી ઇજાઓ કરી એકબીજાને ગુન્‍હામાં મદદગારી મ્‍હે અધિક જીલ્‍લા મેજી.સા.ના હથીયાર બંધીના જાહેરનામાનો ભંગ કરતા ગુન્‍હો કરતા આ મામલે પોલોસ ફરિયાદ નોંધાઇ છે.

આ મામલે એસ.સી.એસ.ટી.સેલ દ્વારા વધુ તપાસ ચલાવાઈ રહી છે.

 

- text