મોરબીમાં શાસ્ત્રીય સંગીતના સુર રેલાયા : મોટી સંખ્યામાં સંગીત શોખીનો લુત્ફ ઉઠાવ્યો

- text


સ્વરાંગણ અને આરાધના સંગીત એકેડમી આયોજિત શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં મોનીકા શાહે શ્રોતાઓને રસતરબોળ કર્યા

મોરબી : મોરબીના આંગણે ગઈકાલે સૂરોની સરગમ છેડાઇ હતી, શાસ્ત્રીય સંગીતક્ષેત્રે પદ્મ વિભુષણ વિદુષીનો ખિતાબ મેળવનારા ગિરિજાદેવીના મુખ્ય શિષ્યા ડો.મોનીકા શાહે મોરબીના સંગીતપ્રેમીઓને ઠુમરી,હોરી,ચૈત્રિ,દાદરા,ઝૂલો અને ભજનરસ પીરશી રીતસર રસતરબોળ કર્યા હતા.

મોરબી ખાતે સંગીત કલા ક્ષેત્રે કાર્યરત સ્વરાંગણ સંસ્થા અને આરાધના સંગીત એકેડમી દ્વારા ગઈકાલે મોરબીના ટાઉનહોલ ખાતે અનોખા શાસ્ત્રીય સંગીત કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

શાસ્ત્રીય સંગીતના આ અનોખા કાર્યક્રમમાં ડો. મોનીકા શાહે સુરની સરગમ છેડી અદભુત માહોલ સર્જી દીધો હતો અને મોરબીમાં જવલ્લે જ યોજાતા આ લાઈવ સંગીતના કાર્યક્રમનો લુત્ફ ઉઠાવ્યો હતો.

- text

મોરબીના કલા રસિકોને લાઈવ શાસ્ત્રીય સંગીત સાંભળવા મળે તેવા હેતુથી સ્વરાંગણ સંસ્થા અને આરાધના એકેડમી દ્વારા સૂરીલી સંગીત સંધ્યા યોજવામાં આવી હતી જેમાં શાસ્ત્રીય સંગીતક્ષેત્રે પદ્મ વિભુષણ વિદુષીનો ખિતાબ મેળવનારા ગિરિજાદેવીના મુખ્ય શિષ્યા ડો.મોનીકા શાહે સંગીતપ્રેમીઓને ઠુમરી, હોરી, ચૈતી, દાદરા, ઝૂલો અને ભજનરસ પીરસી સંગીતની અલોકિક અનુભૂતિ કરાવી હતી.

સમગ્ર આયોજનને સફળ બનાવવા સ્વરાંગણના હંસરાજભાઈ ગામી તેમજ આરાધના એકેડમીના સંચાલકોએ ભારે જહેમત ઉઠાવી હતી અને આ અદભુત અલોકિક કાર્યક્રમમાં મોરબીના સંગીતપ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

 

- text