મોરબીમાં ઘૂંટુ રોડ પર લાશ મળવા મામલે હત્યાનો ગુન્હો નોંધાયો

- text


મોરબી : બે દિવસ પૂર્વે મોરબીના ઘુંટૂ રોડ પર ખેતરમાંથી અજાણ્યા યુવાનની લાશ મળવા પ્રકરણમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે બી ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુન્હો દાખલ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઘૂંટુ રોડ પર એક ખેતરમાં અજાણ્યા યુવાનની લાશ મળતા પોલીસે એડી નોંધી યુવાનના સગા વહાલાઓની શોધ ખોળ હાથ ધરી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

- text

દરમિયાન અજાણ્યા યુવાનનો પીએમ રિપોર્ટ આવતા અજાણ્યા યુવાનનું મોત ગળું દબાવવાથી થયું હોવાનું ખુલતા મોરબી સીટી બી.ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એ.બી.જાડેજાએ ફરિયાદી બની અજાણ્યા હત્યારાઓ વિરુદ્ધ હત્યા અંગે ગુન્હો નોંધાવ્યો હતો.

- text