હડમતીયાની શાળાને નંદનવન બનાવનાર આચાર્યનો આજે જન્મદિવસ

- text


સરકારી નોકરી કરતા આચાર્યશ્રીને ગામના દરેક વાલીઅોઅે જન્મદિવસની શુભકામના પાઠવી

હડમતીયા : ટંકારા તાલુકાના હડમતિયા સરકારી કુમાર પ્રાથમિક શાળામાં નોકરી કરતા આચાર્યશ્રી નરેન્દ્રભાઈ ધાનજા સાહેબનું મુળ વતન મોરબી તાલુકાના માણેકવાડા છે. છેલ્લા ઘણા વર્ષોથી તેમની બદલી હડમતિયા થવાથી ગામની શાળાની રોનકમાં ચાર ચાંદ લગાવી દિધા છે. જયારે તે કુમારશાળામાં આવ્યા ત્યારે સ્કુલના કેમ્પસમાં અેક પણ વૃક્ષ ન હતું. ત્યારે તે અેક શિક્ષક હતા તેઅો આચાર્યના અંડરમાં આવતા હોવાથી ગ્રાન્ટનો ઉપયોગ કરવાનુ આચાર્ય પાસે જ પાવર હોય.
પણ જયારથી આચાર્યપદનો ચાર્જ સંભાળ્યા પછી સ્કુલની રોનક તેમજ શાળા વિકાસમાં ચાર ચાંદ લગાવ્યા છે. સ્કુલ જાણે પોતાની જ હોય અને બાળકોના વાલી ખુદ આ શિક્ષક હોય તેમ બાળકોને શિક્ષણ આપતા રહે છે. સૌ પ્રથમ તો શાળાના કેમ્પસમાં વૃક્ષો વાવીને શાળાને નંદનવન બનાવી પોતાના સ્વખર્ચે અમુક રકમ વાપરવામાં પાછી પાની કરતા નથી. સ્કુલમાં તાલુકા તેમજ જીલ્લાની અેસ.અેસ.અે.ની ગ્રાન્ટમાંથી શાળા વિકાસક્ષેત્રે હરણફાળ કરી હોય તેમ સ્કુલમાં પેવરબ્લોક, આલિશાન નવો રુમ, શાળામાં દરેક રુમમાં તેમજ ચાલીમાં પંખા, શાળાની છત પર ટાઈલ્સ, પાણીનો બોરવેલ, સ્કુલમાં આરો પ્લાન ડિપ ફ્રિઝર, દરેકવૃક્ષને પાણી પહોચે તે માટે ટપક, શાળાનો રંગ-રોગાન, શાળામાં ચાલતી મધ્યાહન ભોજનની ચકાસણી આવી સુંદર મજાનું નિર્માણ કોઇ સરકારી કર્મચારી જુજ જ કરી શકે ગામની શાળાનો વિકાસ તેમજ બાળકોના ભણતરમાં જ્ઞાનનું સિંચન અેક સિંહફાળો જોઈને ગામના સામાજિક કાર્યકરો તેમજ ગામલોકો તેમના જન્મદિન નિમિતે શુભેચ્છાઅોનો વરસાદ વરસાવી રહ્યા છે.

- text

- text