ટંકારામાં દલિત આગેવાનો દ્વારા ચક્કાજામ : 20ની અટકાયત કરતી પોલીસ

- text


દલિત સમાજ દ્વારા મુખ્યમંત્રી હાય – હાય ના સૂત્રોચ્ચાર કરી હાઇવે જામ કર્યો

ટંકારા : પાટણમાં દલિત સમાજના ભાનુભાઈ દ્વારા જાત જલાવી આત્મવિલોપન કરાયાની ઘટના અને આજરોજ જીગ્નેશ મેવાણીની પોલીસ દ્વારા કરાયેલ ધરપકડના વિરોધમાં ટંકારા શહેર-તાલુકાના દલિત સમાજના આગેવાનો દ્વારા હાઇવે પર ચક્કાજામ કરી અડધો કલાક સુધી હાઇવે ઠપ્પ કરી દેવાયો હતો.

રાજ્યમાં દલિત સમાજ ઉપર થી રહેલા દમન – અત્યાચારનો વિરોધ કરી ટંકારા શહેર અને તાલુકાના દલિત સમાજના આગેવાનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને આ રોષ સાંજે હાઇવે ઉપર ઉતરી આવ્યો હતો, જ્યાં રોષે ભરાયેલા ટોળાએ ચક્કાજામ સર્જી મુખ્યમંત્રી હાય – હાયના સૂત્રોચ્ચાર કરી રાજકોટ અને મોરબી તરફથી આવતા વાહનોને અડધો કલાક સુધી થંભાવી દીધા હતા.

- text

ટંકારામાં દલિત સમાજ દ્વારા કરવામાં આવેલા ચક્કાજામ અને સુત્રોચ્ચારને પગલે ટંકારા પોલીસે ૨૦ આગેવાનોની અટકાયત કરી પોલીસ મથકે લઈ જઈ ધોરણસરની કાર્યવાહી કરી બાદમાં મુક્ત કર્યા હતા.

- text